LRDની લેખિત પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના ગુણ જાહેર, જુઓ માર્ક્સ અને રીચેકીંગની સૂચના
LRD Written Exam : ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં લોકરક્ષક કેડરની 12000 જેટલી જગ્યા માટે ગત 15 જૂન, 2025ના રોજ 2.37 લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. 30 જૂને ભરતી બોર્ડે લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર કરી હતી. જ્યારે આજે (6 ઓગસ્ટ) લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવ્યા છે.
LRDની લેખિત પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના ગુણ જાહેર
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે LRDની લેખિત પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના ગુણ જાહેર કર્યા છે. જેમાં ઉમેદવારો બોર્ડની સત્તાવાર વેબસાઈટ virtualview.co.in પર જઈને પોતાના રોલનંબર, કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને ગુણ જોઈ શકશે.
આ પણ વાંચો: GETCOની મનમાની: સરકારના મંજૂર પગાર-ધોરણ વિના ભરતી, મંત્રીએ કહ્યું- ખાનગી નોકરી શોધો
બોર્ડે ઉમેદવારોને પોતાના ગુણ ચકાસણી (રીચેકીંગ) માટે 15 દિવસનો સમય આપ્યો છે. જેમાં જે ઉમદવારો પોતાના લખિત પરીક્ષાની OMR Sheet નું રિચકિંગ કરાવવા ઇચ્છતા હોય તેમને રૂ.500નો ફી ચૂકવવાની રહેશે.