'પોરબંદરની છબી ખરાબ છે, કાયદો ભંગ કરનારાઓને બચાવવામાં નહીં આવે', મનસુખ માંડવિયાનું મોટું નિવેદન
Parbandar News : ગુજરાતના પોરબંદર ખાતે એક જાહેર કાર્યક્રમ વખતે સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. મનુસખ માંડવિયાએ કહ્યું કે, 'પોરબંદરની છબી ખરાબ હોવાથી ઉદ્યોગકારો રોકાણ કરતા ખચકાય છે. કાયદો ભંગ કરનારાઓને બચાવવામાં નહીં આવે...'
પોરબંદરમાં એક જાહેર કાર્યક્રમ સમયે ઔધોગિક વિકાસ મુદ્દે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, 'પોરબંદરની છબી સુધારવાની છે. હું જે-જે ઈન્ડસ્ટ્રી સાથે વાત કરું છું તે ઈન્ડસ્ટ્રી પોરબંદરની છબીને લઈને ખચકાય છે. મે કલેક્ટર, DDO સહિતને સૂચના આપી છે. કાયદો અને વ્યવસ્થાને લઈને પોરબંદર જિલ્લામાં કોઈ પ્રશ્ન ઊભો થવો ન જોઈએ. કોઈપણ વ્યક્તિ હોય, કાયદો-વ્યવસ્થા ભંગ કરાનારાને બચાવવા માટે કોઈ નહી આવે.'
આ પણ વાંચો: આગામી 5 દિવસ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં થશે મેઘમહેર: આજે 28 જિલ્લામાં ઍલર્ટ
જ્યારે ઉદ્યોગપતિઓને પોરબંદરમાં રોકામ કરવાને લઈને મનસુખ માંડવિયાએ આમંત્રણ આપવાની સાથે આશ્વાસન આપ્યું છે. આ સાથે પોરબંદરના લોકોને સહયોગ કરવા પણ જણાવ્યું હતું.