અમદાવાદ : જોધપુરમાં યુવકે ગોળી મારી આપઘાત કર્યો, કારણ અકબંધ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી
પ્રતિકાત્મક તસવીર |
Ahmedabad News : રાજ્યમાં હત્યા, મારામારી, આપઘાત સહિતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં જોધપુર વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાની જાતને જ ગોળી મારીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
50 વર્ષીય વ્યક્તિએ જાતે ગોળી મારી કર્યો આપઘાત
મળતી માહિતી મુજબ, અમદાવાદના જોધપુર વિસ્તારના ફાલ્ગુન એપાર્ટમેન્ટમાં રહેતા 50 વર્ષીય રમેશ ઠાકોર નામના વ્યક્તિએ પોતાના ઘરમાં જાતે જ ગોળી મારીને જીવન ટૂંકાવ્યું છે. બનાવને લઈને પરિવારે વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, ડોક્ટરે મૃત જાહેર કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
સમગ્ર ઘટનાને લઈને જાણ કરતાં આનંદનગર પોલીસ ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જ્યારે વ્યક્તિના આપઘાત પાછળું કારણ અકબંધ છે, ત્યારે પોલીસે આત્મહત્યા મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.