Get The App

અમીરગઢમાં સ્ત્રી વેશમાં મહિલાઓના બાથરૂમમાં જવાનો પ્રયાસ કરતો પુરૂષ ઝડપાયો, લોકોએ ચખાડ્યો મેથીપાક

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
અમીરગઢમાં સ્ત્રી વેશમાં મહિલાઓના બાથરૂમમાં જવાનો પ્રયાસ કરતો પુરૂષ ઝડપાયો, લોકોએ ચખાડ્યો મેથીપાક 1 - image

Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સ્ત્રી વેશ ધારણ કરીને મહિલાઓના બાથરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કરતો પુરૂષ ઝડપાયો હતો. ગુસ્સે ભરાયેલી મહિલાઓએ શખસને મેથીપાક ચખાડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. હાલ આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સમપાંચમના દિવસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બનાસ નદીમાં સ્નાન કરવા આવેલી હજારો મહિલાઓની ભીડમાં એક શખસ સ્ત્રીના વેશમાં પ્રવેશ્યો હતો. મહિલાઓ સ્નાન કરીને જ્યારે કપડાં બદલવા બાથરૂમમાં જઈ રહી હતી, ત્યારે આ શખસ મહિલાઓના બાથરૂમમાં ઘૂસવાનો પ્રયાસ કરતો પકડાયો હતો. 

આ પણ વાંચો: બિટકોઈન ખંડણી કેસમાં કોર્ટનો ચુકાદો, ભાજપના પૂર્વ MLA નલિન કોટડિયા સહિત 14ને આજીવન કેદ


મંદિર પરિસરમાં ભીડનો લાભ લઈને આરોપી મહિલાઓના બાથરૂમમાં પ્રવેશ કરી રહ્યો હતો. આ દરમિયાન મહિલાઓએ આ શખસને ઓળખી કાઢ્યો હતો અને તેની અસલી ઓળખ સામે આવી હતી. ગુસ્સે ભરાયેલી મહિલાઓએ તેને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ લોકોએ તેને અમીરગઢ પોલીસને સોંપી દીધો હતો. 

આ ઘટનાને લઈને અમીરગઢના PI એસ.કે. પરમારે જણાવ્યું હતું કે, 'એક પુરૂષ સ્ત્રીનાં કપડા પહેરી બાથરૂમમાં પ્રવેશ કર્યો હતો, જેથી ત્યાંની મહિલાઓને શંકા જતાં પોલીસને જાણ કરી હતી, હાલ પોલીસે આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.'