Get The App

ધંધુકા બરવાળા રોડ પરથી વિદેશી દારૂ બિયર ભરેલ કેરી વાહન સાથે શખ્સ ઝબ્બે

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
ધંધુકા બરવાળા રોડ પરથી વિદેશી દારૂ બિયર ભરેલ કેરી વાહન સાથે શખ્સ ઝબ્બે 1 - image

- બરવાળા પોલીસ મથકમાં શખ્સ વિરૂધ્ધ ફરિયાદ

- બરવાળા પોલીસે વિદેશી દારૂ, બિયર ,વાહન,મોબાઈલ મળી કુલ રૂ. 7.28 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

ભાવનગર : ધંધુકાથી બરવાળા રોડ પર આવેલ ખોડીયાર મંદિર પાસેથી વિદેશી દારૂ બિયર ભરેલ કેરી વાહન સાથે એક શખ્સને બરવાળા પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બરવાળા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે,સુપર કેરી ભાર વાહન નંબર જીજે ૧૫ એટી ૬૯૯૩ માં વિદેશી દારૂ ભરી જીગર ભરતભાઈ શ્રીમાળી નામનો શખ્સ ધંધુકાથી બરવાળા તરફ આવે છે.જે બાતમીના આધારે બરવાળા પોલીસે બરવાળા ખોડિયાર મંદિર પાસે વોચ ગોઠવી આવી રહેલ કેરી વાહનને અટકાવી તલાશી લેતા વિદેશી દારૂની ૧૫૯૬ બોટલ બિયરના ટીન ૬૭૨ મળી રૂ.૪,૨૭,૨૦૦ નો મળી આવતા પોલીસે જીગર ભરતભાઈ શ્રીમાળીને વિદેશી દારૂ,કેરી વાહન ,મોબાઈલ મળી કુલ રૂ.૭,૨૮,૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તેના વિરૂધ્ધ બરવાળા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :