Gujarat

અમદાવાદના સરસપુર મોસાળ મંદિરે ભગવાન જગન્નાથને ભવ્ય મામેરું અર્પણ કરાયું, દર્શન માટે ઉમટી પડ્યા ભક્તો

By GS TEAM
22 Jun 20252 mins read
TukuTouch Logo
ગુજરાતની સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિક શોભાયાત્રાઓમાંની એક એવી જગન્નાથ રથયાત્રા આ વર્ષે 27 જૂન, 2025ના રોજ યોજાવાની છે, ત્યારે 148મી વાર્ષિક જગન્નાથ રથયાત્રાને લઈને પૂર્વ તૈયારો શરૂ છે. આજે રવિવારે (22 જૂન) સરસપુર મોસાળ મંદિરે ભગવાન જગન્નાથને ભવ્ય મામેરું અર્પણ કરવામાં આવ્યું છે. આ મામેરુ વાસણાના મનીષભાઈ ત્રિવેદીના યજમાન પરિવારે અર્પણ કર્યુ હતું. જ્યારે મામેરાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના સરસપુર મોસાળ મંદિરે ભગવાન જગન્નાથને ભવ્ય મામેરું અર્પણ કરાયું, દર્શન માટે ઉમટી પડ્યા ભક્તો

Jagannath Rathyatra In Ahmedabad : ગુજરાતની સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિક શોભાયાત્રાઓમાંની એક એવી જગન્નાથ રથયાત્રા આ વર્ષે 27 જૂન, 2025ના રોજ યોજાવાની છે, ત્યારે 148મી વાર્ષિક જગન્નાથ રથયાત્રાને લઈને પૂર્વ તૈયારો શરૂ છે. આજે રવિવારે (22 જૂન) સરસપુર મોસાળ મંદિરે ભગવાન જગન્નાથને ભવ્ય મામેરું અર્પણ કરવામાં આવ્યું છે. આ મામેરુ વાસણાના મનીષભાઈ ત્રિવેદીના યજમાન પરિવારે અર્પણ કર્યુ હતું. જ્યારે મામેરાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી હતી. 

ભગવાન જગન્નાથને ભવ્ય મામેરું અર્પણ કરાયું

અમદાવાદના સરસપુર મોસાળ ખાતે આવેલા મંદિરે ભગવાન જગન્નાથને ભવ્ય મામેરું અર્પણ કરાયું છે, ત્યારે મામેરાના દર્શન માટે સરસપુરથી શારદાબહેન હોસ્પિટલ સુધી ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. ભગવાન જગન્નાથ માટે ખાસ ફૂલોની ડિઝાઈનના સુંદર વાઘા તૈયાર કરાયા છે અને સોના-ચાંદીના આભૂષણો પણ ભગવાનને અર્પણ કરાયા છે. જેના દર્શન કરવા મંદિર આગળ ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. 

મામેરુ ભગવાનને અર્પણ કરનારા યજમાન પરિવારે જણાવ્યું હતું કે, વાસણાની અરિહંત સોસાયટી ખાતે આવતીકાલે સોમવારે (23 જૂન) સવારે 7:30 વાગ્યે આ મામેરુ લાવવામાં આવશે. જ્યાંથી સમગ્ર વિસ્તારને આવરી લેતી ભવ્ય શોભાયાત્રાનું આયોજન છે. આ શોભાયાત્રામાં ભજન મંડળીઓ, ઘોડા-ઉંટના દળો અને સંસ્કૃતિક ઝાંખીઓનો સમાવેશ રહેશે. આ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. 

આ પણ વાંચો: અમદાવાદની રથયાત્રામાં પહેલીવાર AI ટેકનોલોજીનો ઉપયોગ, બેંગાલુરુ જેવી ઘટના ન બને તેનું રખાશે ધ્યાન

રથયાત્રાને લઈને પોલીસ કમિશનરે શું કહ્યું?

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે જણાવ્યું હતું કે, આગામી 27 જૂનના રોજ અમદાવાદમાં રથયાત્રા નીકળવાની છે, ત્યારે રૂટ ઉપર નિરીક્ષણ અને રિહર્સલ કરવામાં આવશે. જેમાં આગામી 24 જૂને સવારે 6 વાગ્યે અને 25 જૂને બે વખત રિહર્સલ કરવામાં આવશે. જ્યારે શાંતિ સમિતિ બેઠક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ક્રિકેટ મેચ, વોલીબોલ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અસામાજિક તત્ત્વોને પકડવાની કામગીરી પોલીસ કરી રહી છે.