Get The App

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું રૂ.39 કરોડનું ડ્રગ્સ, બેંગકોકથી આવતા ત્રણને દબોચ્યા, પખવાડિયામાં કુલ 94.94 કિલો જથ્થો જપ્ત

Updated: May 2nd, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું રૂ.39 કરોડનું ડ્રગ્સ, બેંગકોકથી આવતા ત્રણને દબોચ્યા, પખવાડિયામાં કુલ 94.94 કિલો જથ્થો જપ્ત 1 - image


Ahmedabad News : અમદાવાદ કસ્ટમ્સ વિભાગની ટીમ અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્કને મોટો ફટકો આપીને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 39.24 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે. જેમાં બેંગકોકથી આવતા ત્રણ ભારતીય નાગરિકો પાસેથી આશરે ₹39 કરોડની કિંમતનો હાઈલેવલનો પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ડ્રગ્સના 60 પેકેટ ઝડપાયા

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ત્રીજી વખત મોટી સંખ્યામાં ટ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાની ઘટના બની હતી. ચોક્કસ માહિતીના આધારે DRI અધિકારીઓએ શંકાસ્પદ શખ્સોના આગમન પર તેમની હિલચાલ પર નજર રાખી હતી. જ્યારે બાતમી મુજબ શખ્સ દેખાતા તેમની છ ટ્રોલી બેગની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જેમાં બેગમાં રાખેલા કપડાંમાં છુપાયેલા અને કેલોગના અનાજ અને ચીઝલ્સ સહિત બ્રાન્ડેડ નાસ્તાના પેકેટમાં છુપાયેલા લીલા, ગઠ્ઠાવાળા શંકાસ્પદ 60 પેકેટ અધિકારીઓએ ઝડપી પાડ્યા હતા.

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું રૂ.39 કરોડનું ડ્રગ્સ, બેંગકોકથી આવતા ત્રણને દબોચ્યા, પખવાડિયામાં કુલ 94.94 કિલો જથ્થો જપ્ત 2 - image

કુલ 94.94 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત

DRIના અધિકારી દ્વારા ઝડપી પાડવામાં આવેલા શંકાસ્પદ ડ્રગ્સના પેકેટનું લેબમાં ટેસ્ટ કરાવતા જથ્થો હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું સામે આવ્યું હતું. DRIએ તાજેતરમાં બે મોટી કાર્યવાહી કરી હતી. જેમાં અગાઉના 29 એપ્રિલના રોજ 37.2 કિલોગ્રામ અને 20 એપ્રિલના રોજ 17.5 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જ્યારે અમદાવાદ એરપોર્ટ પરથી છેલ્લા પખવાડિયામાં કુલ 94.94 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ચંડોળા તળાવ ફરતે પ્રોટેક્શન વૉલ બનાવવાની કામગીરી શરૂ, ફરી દબાણ ના થાય તે માટે AMCની કવાયત

એપ્રિલની શરૂઆતમાં બનેલી એક ઘટનામાં, મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગના અધિકારીઓએ બેંગકોકથી હાઇડ્રોપોનિક ગાંજાની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ પુરુષો અને બે મહિલાઓની ધરપકડ કરી હતી. પાંચેય વ્યક્તિઓ મુંબઈના રહેવાસી છે અને અલગ-અલગ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985 હેઠળ આ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે. ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, અને આ ટ્રાફિકિંગ રૂટમાં સામેલ વ્યાપક નેટવર્કની વધુ માહિતી મેળવવાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags :