ચંડોળા તળાવ ફરતે પ્રોટેક્શન વૉલ બનાવવાની કામગીરી શરૂ, ફરી દબાણ ના થાય તે માટે AMCની કવાયત
Chandola Lake Protection Wall : અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંધકામ કરાયેલી 1.5 લાખ ચોરસ મીટર સરકારી જમીન બે દિવસમાં દબાણો દૂર કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. જ્યારે હવે કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવની ફરતે રૂ.3 કરોડના ખર્ચે પ્રોટેક્શન વૉલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
5 કિ.મી. પ્રોટેક્શન વૉલ બન
અમદાવાદના ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશનની કામગીરી કરીને તંત્રએ 4000 જેટલા ઝુંપડા, નાના-મોટા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. જ્યારે આ જગ્યા પર ફરીથી દબાણો ન થાય તે માટે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે ચંડોળા તળાવની ફરતે પ્રોટેક્શન વૉલ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. જેમાં 3 કરોડના ખર્ચે 5 કિલોમીટરની બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તળાવની બાઉન્ડ્રી નક્કી કરવામાં આવી નથી. તેવામાં કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવ ફરતે પ્રોટેક્શન વૉલ બનાવવાની કામગીરી શરૂ કરી છે.
આ પણ વાંચો: ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન યથાવત્, ત્રીજા દિવસે પણ મકાનો તોડવાનું ચાલુ
અમદાવાદના ચંડોળા તળાવની જગ્યામાં થતા ગેરકાયદે બાંધકામને મંગળવારે 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કર્યા પછી બીજા દિવસે માત્ર 50 હજાર ચોરસ મીટર જગ્યા ખાલી કરતા બે દિવસમાં માત્ર 1.5 લાખ ચોરસ મીટર સરકારી જમીન જ ખુલ્લી કરાવી હતી. ત્યારબાદ ત્રીજા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.