Get The App

નોટબંધી સમયે રૂ. 14,000 કરોડનું કાળુ નાણું જાહેર કરનાર મહેશ શાહનું નિધન

Updated: Mar 17th, 2022

GS TEAM


Google News
Google News
નોટબંધી સમયે રૂ. 14,000 કરોડનું કાળુ નાણું જાહેર કરનાર મહેશ શાહનું નિધન 1 - image


તા.17 માર્ચ, ગુરુવાર

વર્ષ 2016માં લાગુ કરવામાં આવેલ નોટબંધી સમયે અંદાજે રૂ. 14,000 કરોડની રોકડ રકમ જાહેર કરનાર કૌભાંડી મહેશ શાહનું અંતે નિધન થયું છે.

મળતા અહેવાલ પ્રમાણે બેનંબરી કુબેર મહેશ શાહનું ગુરૂવારે 73 વર્ષની ઉંમરે અવસાન થયું છે. નોટબંધી સમયે શાહે ઈન્કમ ડિક્લેરેશન સ્કીમ(IDS) હેઠળ ડિસેમ્બર 2016માં અમદાવાદના મહેશ શાહે રૂ.13,860 કરોડની બંધ કરવામાં આવેલ જુની રૂ. 500 અને રૂ.1000ની ચલણની નોટો રોકડમાં હોવાની કબૂલાત કરી હતી.

 જોકે આ મહાશયે નોટબંધી વખતે કાળા નાણાં પેટે આ રકમ જાહેર કર્યા બાદ પણ પૈસા જમા કરાવ્યા ન હતા અને રસપ્રદ છે કે તેમની સામે આવકવેરા વિભાગે કોઈ નક્કર કાર્યવાહી પણ નહોતી કરી.

નોટબંધી સમયે રૂ. 14,000 કરોડનું કાળુ નાણું જાહેર કરનાર મહેશ શાહનું નિધન 2 - image

ભજીયાવાલાની સાથે નામ ચમક્યું હતુ :

નોટબંધી વખતે ગુજરાતના જ સુરતના ઉધનામાં ચા વેંચીને કરોડપતિ બનેલા ફાઇનાન્સર કિશોર ભજીયાવાલાએ તેના સાથીઓ મારફતે કરોડો રૂપિયાની જૂની નોટો બદલીને મોટું કૌભાંડ આચર્યું હતુ. આઈટી વિભાગના દરોડામાં કરોડો રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીના, વાસણો પકડાયા હતા. તેના બેંક લોકર્સ પણ સિલ કરવામાં આવ્યા હતા અને રિકવરી માટે દાગીના, વાસણો અને મોંઘીદાટ ઘડિયાળ સહિતની વસ્તુઓની હરાજી કરવામાં આવી હતી. કિશોર ભજીયાવાલા, જીગ્નેશ ભજીયાવાલા, જાસ્મીન ભજીયાવાલા સહિત પરિવારના સભ્યોના નામે રહેલી મિલકતો જપ્ત કરી હતી.

આ પણ વાંચો :  નોટબંધીનું સૌથી ચર્ચિત નામ, કોણ છે મહેશ શાહ ? ક્યાંથી આવ્યા આટલા રૂપિયા ?

Tags :