Get The App

પંચમહાલમાં પ્રેમી પંખીડાએ સજોડે કર્યો આપઘાત, ખેતરમાં ઝાડ પર લટકતી મળી લાશ

Updated: May 3rd, 2025

GS TEAM

Google News
Google News
પંચમહાલમાં પ્રેમી પંખીડાએ સજોડે કર્યો આપઘાત, ખેતરમાં ઝાડ પર લટકતી મળી લાશ 1 - image


Panchmahal News:  પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરા તાલુકાના દલવાડા ગામમાં પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો હોવાની માહિતીને પગલે આસપાસમાંથી લોકોના ટોળાં એકત્ર થયા હતા. ઘટનાને પગલે યુવક-યુવતીના પરિવારજનોએ આક્રંદ કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના દલવાડા ગામે 20 વર્ષીય પ્રેમી પંખીડાએ સજોડે આપઘાત કરી લીધો છે. દલવાડા ગામે એક જ ફળિયામાં રહેતા 20 વર્ષીય યુવક-યુવતીને એકબીજા સાથે પ્રેમસંબંધ હતો. યુવક-યુવતી સાથે રહી શકે તેમ ન હોવાથી બંનેએ ગામના ખેતરમાં આવેલા એક ઝાડ પર લટકી જીવનનો અંત આણ્યો હતો. આપઘાતના બનાવની જાણ થતાં યુવક અને યુવતીના પરિવારજનો અને સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આપઘાતના બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંનેની લાશ ઝાડ પરથી નીચે ઉતારી પંચનામાની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ બંનેના મૃતદેહોને શહેરા રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

Tags :