Get The App

Lockdown 4.0: સોમવારે નિયમો જાહેર થશે અને મંગળવારથી રાજ્યમાં લોકડાઉનનો કરાશે અમલ

Updated: May 17th, 2020

GS TEAM

Google News
Google News
Lockdown 4.0: સોમવારે નિયમો જાહેર થશે અને મંગળવારથી રાજ્યમાં લોકડાઉનનો કરાશે અમલ 1 - image

ગાંધીનગર,17 મે 2020  રવિવાર 

રાજ્યનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજે લોકડાઉન 4.0 અંગે લોકોને સંબોધન કર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર મોટા પ્રમાણમાં છૂટછાટ મળશે. નવા નિયમમો સાથે લોકડાઉન 4.0 લાગુ કરવામાં આવશે.

સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી લોકોને બહાર નિકળવા પર પ્રતિંબધ રહેશે. કન્ટેમેન્ટ ઝોન બહાર એસટી સેવા શરૂ થશે. સાથે જ સમગ્ર રાજ્યમાં જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

કન્ટેન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં દુકાનો ખોલવા અંગે નવા નિયમો જાહેર કરવામાં આવશે. જાહેરમાં થૂંકવા પર 200 રુપિયાનો દંડ વસુલવામા આવશે. જાહેરમાં માસ્ક ન પહેરનારને 200 રૂપિયાનો દંડ કરવામાં આવશે.

રિક્ષા ચાલકોને છૂટછાટ આપવામાં આવશે. સીએમ રૂપાણીએ કહ્યું કે નિયમોનું પાલન કરીશું તો જલ્દી આપણે કોરોના મહામારીમાંથી બહાર નિકળી શકીશું.

કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર એસ.ટી સેવા શરૂ

સાંજે 7થી સવારના 7 વાગ્યા સુધી બહાર નીકળવા પર પ્રતિબંધ

કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર દુકાન-ઓફિસ શરૂ કરવા માટે કાલે નિયમોની જાહેરાત થશે.

જાહેરમાં કોઈ થુંકશે તો, તેમને 200 રૂપિયાનો દંડ

જાહેરમાં માસ્ક ન પહેરનારને 200 રૂપિયાનો દંડ

રીક્ષાચાલકોને મળશે છુટછાટ

નીતિનિયમોનુ કડક પાલન કરશું તો રોજિંદુ કામ ચાલશે.

સલામતી-સાવચેતીથી રાખશુ તો કોરોનાથી બચી શકશું

રાજ્યમાં મોટાપાયે વેપાર-ધંધાને શરૂ કરવામાં આવશે

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમના પ્રજાજોગ સંબોધનમાં વધુમાં કહ્યું કે મંગળવાર સવારથી ગાઈડલાઈનનો અમલ કરવામાં આવશે. કન્ટેઈન્ટમેન્ટ ઝોનની બહાર છૂટછાટ આપવામાં આવશે.

કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર તમામ ઈન્ડસ્ટ્રી અને વેપાર-ધંધાને ચાલુ કરવાની છૂટ આપવામાં આવશે. જો કે, તેમણે ગુજરાતની જનતા સહકાર આપે તેવી અપેક્ષા સાથે આ કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર પણ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી.

Tags :