app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

વેફરના પડીકાઓની આડમાં દારૂની હેરાફેરી: એકની ધરપકડ

Updated: Aug 13th, 2023


- વાપીથી ઈકો ગાડીમાં દારૂ ભરી વડોદરા ડિલિવરી કરવાની હતી

વડોદરા તા. 13 ઓગષ્ટ 2023, 

સફેદ રંગની મારુતિ ઈકો ગાડી વાપીથી નીકળી વડોદરા શહેર તરફ જનાર છે અને આ ગાડીમાં દારૂનો જથ્થો ભર્યો છે તેવી બાતમીના આધારે જિલ્લા એલસીબીની ટીમે નેશનલ હાઇવે પર પોર બ્રિજના છેડે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ઇકોગાડી આવતા તેને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઇકો ગાડીમાં વેફરના પડીકાઓ અને મમરાની થેલીઓની આડમાં પાછળ દારૂ અને બિયરની બોટલો ભરેલ પેટીઓ જણાઈ હતી. પોલીસે 876 નંગ દારૂ બિયરની બોટલો અને એક મોબાઇલ તેમજ ઇકો ગાડી મળી 3.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઇકો ગાડી લઈને આવનાર ફૈઝલ અલી અબ્દુલ્લા શેખ રહે નાલાસોપારા ન્યુ સ્ટાર બિલ્ડીંગ ઈસ્ટ મુંબઈની અટકાયત કરી તેની પૂછપરછ કરતા તેણે પોલીસને જણાવ્યું હતું કે મારા શેઠે વાપી બ્રિજ નીચે મને બોલાવીને આ ગાડી આપી હતી અને વડોદરા પહોંચી ફોન કરવા જણાવેલ ત્યારબાદ તેઓ કહે તેને દારૂ ભરેલી ગાડી આપવાની હતી. આ અંગે પોલીસે વરણામાં પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat