Get The App

રણજીતનગરના ખેતરમાં દરોડો મોપેડની ડીકી, શોકેસ તેમજ પલંગમાં છુપાવેલો દારૃ મળ્યો

બે સગાભાઇ ફરાર થઇ જતા પોલીસે રૃા.૯.૦૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

Updated: Jun 21st, 2026

GS TEAM

Google News
Google News
રણજીતનગરના ખેતરમાં દરોડો  મોપેડની ડીકી, શોકેસ તેમજ પલંગમાં છુપાવેલો દારૃ મળ્યો 1 - image

વડોદરા, તા.21 સાવલી તાલુકાના રણજીતનગરમાં પોલીસે દરોડો પાડી એક મકાનમાં તેમજ મોપેડમાં છુપાવેલો દારૃનો જથ્થો મળ્યો હતો જ્યારે બે સગા ભાઇ ફરાર થઇ ગયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ રણજીતનગરમાં રહેતો પ્રદિપસિંહ ઉર્ફે ગોટીયો ગિરવતસિંહ પરમાર એક પીકઅપ ગાડીમાં દારૃનો જથ્થો લાવી તેને આ જથ્થો ખેતરમાં બનાવેલા નવા મકાનમાં સંતાડયો છે તેવી માહિતીના આધારે ભાદરવા પોલીસે ગઇ રાત્રે દરોડો પાડયો  હતો. આ વખતે  મકાનની આગળ ઊભેલા પ્રદિપસિંહ ઉર્ફે ગોટીયો અને તેનો ભાઇ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે કાળીયો પોલીસને જોઇ ખેતરમાંથી નાસી ગયા  હતાં.

પોલીસે તપાસ કરતા ઘરની બહાર મૂકેલા એક મોપેડની ડીકીમાંથી દારૃની બોટલો અને ટીન મળ્યા હતાં જ્યારે ઘરમાં તપાસ કરતાં ટીવીના શોકેસની નીચે અને પેટી પલંગમાં છુપાવેલો દારૃ મળ્યો  હતો. પોલીસે રૃા.૨.૫૬ લાખ કિંમતની ૧૫૮૭ નંગ દારૃની બોટલો, પીકઅપ, મોપેડ સહિત કુલ રૃા.૯.૦૬ લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર બંને ભાઇઓની શોધખોળ હાથ ધરી છે.