Gujarat

અમરેલીમાં વતન જવા નીકળેલા યુવકને સિંહણે ફાડી ખાધો! ઘટનાસ્થળેથી માત્ર ખોપરીના અવશેષો મળ્યા

By GS TEAM
16 Jun 20262 mins read
TukuTouch Logo
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાંથી ચોંકાવનારી અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. કોવાયા ગામ નજીક એક સિંહણે માનવ શિકાર કર્યો હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કોવાયા ગામ નજીક આવેલા TPP પાવર પ્લાન્ટની સામે ઘટી હતી. અહીં આવેલી એક રેસ્ટોરન્ટમાં કામ કરતા અને મૂળ ઉત્તરાખંડના વતની પ્રકાશ ચંદ્ર નામના યુવક પર અચાનક એક સિંહણે હિંસક હુમલો કર્યો હતો. મોડી રાત્રે પોતાના વતન નીકળેલા યુવકને સિંહણે ખેંચીને સીમ વિસ્તારમાં લઈ ગઈ હતી અને તેને ફાડી ખાધો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીમાં વતન જવા નીકળેલા યુવકને સિંહણે ફાડી ખાધો! ઘટનાસ્થળેથી માત્ર ખોપરીના અવશેષો મળ્યા

Lioness Attack in Amreli: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાંથી ચોંકાવનારી અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. કોવાયા ગામ નજીક એક સિંહણે માનવ શિકાર કર્યો હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કોવાયા ગામ નજીક આવેલા TPP પાવર પ્લાન્ટની  સામે ઘટી હતી. અહીં આવેલી એક રેસ્ટોરન્ટમાં કામ કરતા અને મૂળ ઉત્તરાખંડના વતની પ્રકાશ ચંદ્ર નામના યુવક પર અચાનક એક સિંહણે હિંસક હુમલો કર્યો હતો. મોડી રાત્રે પોતાના વતન નીકળેલા યુવકને સિંહણે ખેંચીને સીમ વિસ્તારમાં લઈ ગઈ હતી અને તેને ફાડી ખાધો હતો.

માત્ર ખોપડી જેવા અવશેષો જ હાથ લાગ્યા

ઘટનાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, સિંહણના હુમલાનો ભોગ બનેલા યુવકની માત્ર ખોપડી અને શરીરના કેટલાક અવશેષો જ મળી આવ્યા હતા, જેને જોઈને સ્થાનિકો અને અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

આ ઘટનાને લઈને વનવિભાગ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લા માત્ર 5 જ દિવસમાં સિંહના હુમલાની આ બીજી ઘટના છે, જેમાં 2 માનવ જિંદગીઓ સિંહોના શિકારમાં હોમાઈ ગઈ છે. કોવાયા અને આસપાસના સીમ વિસ્તારમાં સિંહની અવરજવર વધુ હોવાથી શ્રમિકો અને ગ્રામજનો પોતાના જીવને લઈને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

વનવિભાગ દ્વારા 1 સિંહ ટ્રાન્ક્વિલાઈઝ કરાયો

ઘટના બાદ વનવિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં સિંહનું સઘન સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વનવિભાગને સીમમાંથી 4 સિંહોના એક આખા ગ્રુપની હાજરી હોવાની વિગતો મળી હતી.

વનવિભાગના એસીએફ (ACF) વિરલસિંહ ચાવડાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 'આ વિસ્તારમાં 4 સિંહોનું ગ્રુપ સક્રિય હતું. માનવ હુમલાની ગંભીર ઘટના બાદ વનવિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને તેમાંથી 1 સિંહને ટ્રાન્ક્વિલાઈઝ કરીને પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. જ્યારે ગ્રુપના અન્ય સિંહોને પકડવા માટે વ્યાપક રેસ્કયૂ ઓપરેશન શરૂ કરી દેવાયું છે. સિંહોની અવરજવર વાળા વિસ્તારમાં વનવિભાગને જાણ કરીને જ આગળ વધવું જેથી આવી ગંભીર ઘટનાઓ અટકાવી શકાય.'

ધારાસભ્ય હીરા સોલંકીની સરકારમાં રજૂઆત 

રાજુલા-જાફરાબાદના સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીએ પણ સિંહોના માનવીઓ પર વધી રહેલા હુમલા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને સમગ્ર મામલે સરકારમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે. ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું કે, 'વિસ્તારમાં સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે તે જોતાં વનવિભાગમાં પૂરતો સ્ટાફ હોવો અનિવાર્ય છે.' તેમણે વનવિભાગમાં તાત્કાલિક ધોરણે સ્ટાફની સંખ્યા વધારવા માટે સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરી છે, જેથી વન્યજીવોનું યોગ્ય મોનિટરિંગ થઈ શકે અને માનવ જિંદગીઓ બચાવી શકાય.