Get The App

નદી-નાળા, રસ્તાઓ પાણી-પાણી!, અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
નદી-નાળા, રસ્તાઓ પાણી-પાણી!, અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ 1 - image


Amreli Rain : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. આ દરમિયાન અમરેલીમાં બીજા દિવસે મેઘ મહેર યથાવત્ છે. જેમાં અમરેલીના ધારી, ખાંભા, વડીયા, સાવરકુંડલા, લાઠી, રાજુલા, ગીર પંથક સહિતના અનેક સ્થળોએ હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. અમરેલીમાં અસહ્ય ગરમી વચ્ચે હવામાન પલટાતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. 

અમરેલીના અનેક વિસ્તારમાં વરસાદ

અમરેલીમાં બીજા દિવસે વરસાદ ખાબક્યો છે, ત્યારે આજે શનિવારે (7 જૂન) ધારી, વડીયા, સાવરકુંડલા બાદ લાઠીમાં ઘીમી ઘારે વરસાદ નોંધાયો છે. લાઠીમાં ઘીમી ઘારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે અમરેલી જિલ્લાના રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો. આગરીયા, માંડરડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. 

નદી-નાળા, રસ્તાઓ પાણી-પાણી!, અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ 2 - image

ખાંભા, ગીરના ગામડાઓમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી. ખાંભા, ગીર પંથકના ગામડાઓમાં પવન સાથે અનરાધાર વરસાદ થયો હતો. જેમાં ખાંભા, ગીરના ભાડ, નાના વિસાવદર, ઉમરીયા, નાનુડી, નાની ધારી, લાસા, ધાવડીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં હાશકારો જોવા મળ્યો હતો. જ્યારે નાના વિસાવદર અને ભાડ ગામની શેરીઓમાં પાણી વહેતા થયા હતા અને નાના વિસાવદર ગામની સ્થાનિક નદી છલકાતી જોવા મળી હતી. 

આ પણ વાંચો: 9 મહિનાનું બાળક ગળી ગયો રમકડાના મોબાઈલનો LED બલ્બ, અમદાવાદ સિવિલના તબીબોએ જીવ બચાવ્યો

અમરેલી જિલ્લાના ગીર પંથકોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટાયું હતું. સાવરકુંડલાના આંબરડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. 15 મિનિટના વરસાદમાં બજારો પાણી-પાણી થઈ ગયા હતા. 

હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી 6 દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 7થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં આવતીકાલે રવિવારે (8 જૂન) રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

નદી-નાળા, રસ્તાઓ પાણી-પાણી!, અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ 3 - image

9 થી 13 જૂનની આગાહી

9 જૂનના રોજ રાજ્યના અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 10થી 13 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

Tags :