અમરેલીના ખાંભાના રેવન્યુ વિસ્તારમાંથી દીપડાનો મૃતદેહ મળ્યો, ઉંમરને કારણે મૃત્યુની આશંકા
Leopard Dead Amreli: અમરેલી જિલ્લાના ખાંભા-તુલસીશ્યામ રેંજના ખાંભા શહેરના રેવન્યુ વિસ્તારમાંથી એક દીપડાનો મૃતદેહ મળી આવતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ દીપડાના મોતના સમાચાર આપતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો: સિદ્ધપુરમાં સાંબેલાધાર 7 ઇંચ વરસાદ, કાકોશીમાં કોહરામ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
દીપડાની ઉંમર આશરે 14 થી 15 વર્ષ
મળતી માહિતી મુજબ, ખાંભાથી મીતીયાળા જવાના કાચા રસ્તા પરથી આશરે 14 થી 15 વર્ષના આ દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખાંભા તુલસીશ્યામ રેન્જ ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
ઉંમર મર્યાદાને કારણે દીપડાનું મોત થયું હોવાનો અંદાજ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, દીપડાનું મોત ઉંમર મર્યાદાને કારણે થયું હોવાની શક્યતા છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. આ ઘટનાને પગલે વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા જોવા મળી રહી છે.