Gujarat

છોટા ઉદેપુર: પાવીજેતપુરના મોટી રાસલી ગામે આંગણામાં રમતી બાળકી પર દીપડાનો હુમલો

By GS TEAM
1 Jun 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. પાવીજેતપુર નજીક આવેલા મોટી રાસલી ગામે વેકેશન માણવા આવેલી 6 વર્ષની માસૂમ બાળકી પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ઘરના આંગણામાં રમી રહેલી બાળકી પર દીપડાએ હુમલો કરતા જ તેના ચીસાચીસથી પરિવારજનો દોડી આવ્યા હતા અને બાળકીને છોડાવી લીધી હતી. આ હુમલાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં વન વિભાગ સામે રોષ અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: પાવીજેતપુરના મોટી રાસલી ગામે આંગણામાં રમતી બાળકી પર દીપડાનો હુમલો

Leopard Attacks 6-Year-Old Girl in Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. પાવીજેતપુર નજીક આવેલા મોટી રાસલી ગામે વેકેશન માણવા આવેલી 6 વર્ષની માસૂમ બાળકી પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ઘરના આંગણામાં રમી રહેલી બાળકી પર દીપડાએ હુમલો કરતા જ તેના ચીસાચીસથી પરિવારજનો દોડી આવ્યા હતા અને બાળકીને છોડાવી લીધી હતી. આ હુમલાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં વન વિભાગ સામે રોષ અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

મામાના ઘરે વેકેશન માણવા આવી હતી બાળકી

મળતી માહિતી અનુસાર, આ નપાવટ હુમલાનો ભોગ બનેલી 6 વર્ષની બાળકી ઉનાળુ વેકેશન દરમિયાન મોટી રાસલી ગામે રહેતા તેના મામાના ઘરે આવી હતી. સાંજના સમયે જ્યારે બાળકી ઘરના આંગણામાં રમી રહી હતી, ત્યારે નજીકની ઝાડીઓમાંથી અચાનક ધસી આવેલા એક દીપડાએ તેના પર હુમલો કરી દીધો હતો.

દીપડાએ હુમલો કરતાં જ લોહીલુહાણ થયેલી બાળકીએ જોરજોરથી બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું. બાળકીનો અવાજ સાંભળીને ઘરની અંદરથી પરિવારના સભ્યો લાકડીઓ લઈને તાત્કાલિક આંગણામાં દોડી આવ્યા હતા. લોકોનો મોટો જમાવડો અને પડકાર જોઈને દીપડો બાળકીને છોડીને જંગલ તરફ ભાગી છૂટ્યો હતો.

હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં માસૂમ બાળકીને પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે પાવીજેતપુર ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીને તાકીદે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સદનસીબે બાળકીને શરીરના ભાગે સામાન્ય ઈજાઓ જ થઈ હોવાથી તેનો આબાદ બચાવ થયો છે અને હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ: પરિણીતાના અશ્લીલ ફોટા ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી તેના જ પતિને મોકલ્યા, રાણીપ પોલીસમાં ફરિયાદ

વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ 

બાળકી પર દીપડાના હુમલાની આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ મોટી રાસલી ગામે દોડી ગઈ હતી. વન અધિકારીઓએ બાળકીના પરિવારની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ હુમલાખોર દીપડાને વહેલી તકે પકડવા માટે વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. 

થોડા દિવસ પહેલા જ એક દીપડો પાંજરે પુરાયો હતો

ઉલ્લેખનીય છેકે, સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, પાવીજેતપુરના આ જંગલ સરહદી વિસ્તારોમાં દીપડાઓની સંખ્યા સતત વધી રહી છે. હજુ થોડા દિવસો અગાઉ જ વન વિભાગ દ્વારા આ જ વિસ્તારમાંથી એક માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો હતો.