Gujarat

પંચમહાલ: ગરમી વધતા લીંબુના ભાવ આસમાને, પ્રતિ કિલો સફરજન જેટલી કિંમત

By GS TEAM
1 Apr 20262 mins read
TukuTouch Logo
ઉનાળાની શરૂઆત થતાં જ પંચમહાલ જિલ્લામાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. જેમાં 100 રૂપિયા કિલો વેચાતા લીંબુ હાલ 200 રૂપિયા કિલો માર્કેટમાં વેચાય છે. ઉનાળાની ઋતુ દરમિયાન લીંબુની વધુ માંગને લઈને ભાવમાં વધારો થયો હોવાનું જણાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલ: ગરમી વધતા લીંબુના ભાવ આસમાને, પ્રતિ કિલો સફરજન જેટલી કિંમત

Lemon Prices Increase : ઉનાળાની શરૂઆત થતાં જ પંચમહાલ જિલ્લામાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. જેમાં 100 રૂપિયા કિલો વેચાતા લીંબુ હાલ 200 રૂપિયા કિલો માર્કેટમાં વેચાય છે. ઉનાળાની ઋતુ દરમિયાન લીંબુની વધુ માંગને લઈને ભાવમાં વધારો થયો હોવાનું જણાય છે. 

ગરમી વધતા પંચમહાલમાં લીંબુના ભાવ આસમાને

ઉનાળામાં કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો એનર્જી ડ્રિન્ક કે ઠંડા પીણાનો સહારો લેતા હોય છે, જેમાં ખાસ કરીને મોટાભાગના લોકો લીંબુ શરબત અથવા લીંબુ પાણી પીતા હોય છે. ઉનાળામાં લીંબુનો સૌથી વધારે ઉપયોગ લોકો કરતા હોય છે, ત્યારે ઉનાળાની શરૂઆત સાથે પંચમહાલ જિલ્લા સહિત શહેરા તાલુકામાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. થોડા દિવસ પહેલા 100 રૂપિયે કિલો વેચાતા લીંબુ હાલ માર્કેટમાં 200 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. 

સામાન્ય સિઝનમાં 50થી 60 રૂપિયા કિલો મળતા લીંબુનો ભાવ ઉનાળો આવતા 200 રૂપિયા કિલો સુધી પહોંચતા શહેરા સહિત પંચમહાલ જિલ્લામાં અમુક જગ્યાએ જ લીંબુનું વેચાણ થતું હોય છે. તો મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોમાં લીંબુની આવક ઓછી થતાં ઘટ પડતી હોવાના કારણે દર વર્ષે ઉનાળામાં લીંબુનો ભાવ આસમાને પહોંચતો હોવાથી માર્કેટમાં લીંબુ ઓછા જોવા મળે છે.

સ્વાસ્થ્ય બાબતે લીંબુનો વધુ ઉપયોગ

ઉલ્લેખનીય છે કે, ઉનાળાના દરમિયાન બ્લડ પ્રેશર, પેટમાં દુખાવો થતો હોય, શરીરનું વજન ઉતરતું હોય, માથાના વાળ રેશમી મુલાયમ કરવા તેમજ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ચક્કર આવતા હોય કે પછી પથરી જેવા અનેક રોગોના ઈલાજ માટે લીંબુનો ઉપયોગ થતો હોય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખાસ ચક્કર આવવાના બનાવો બનતા હોવાના કારણે લીંબુનો વધારે ઉપયોગ થતો હોય છે.

આ પણ વાંચો: VIDEO | રાજનીતિના મેદાનમાં 'માતૃત્વ'ના દર્શન, વડોદરામાં 5 મહિનાની દીકરી અને ઘોડિયા સાથે સેન્સ આપવા પહોંચ્યા મહિલા દાવેદાર!

સ્થાનિકોનું કહેવુ છે કે, લીંબુની વધતી કિંમતે ચિંતા વધારી દીધી છે. જો આ જ સ્થિતિ રહી તો મે-જૂનના મહિનામાં લીંબુની કિંમતમાં વધારો થઈ શકે છે. અન્ય રાજ્યોમાં પણ લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અનુમાન છે કે, 2-3 મહિના સુધી લીંબુના ભાવમાં ઘટાડો થશે નહીં.