સતત ત્રણ દિવસથી ગુજરાત હાઇકોર્ટની કામગીરી ઠપ, જાણો કયા મામલે વકીલોએ કર્યો વિરોધ
Ahmedabad News : ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા કેટલાક દિવસથી હડતાલ ચાલી રહી છે. જેના કારણે સતત ત્રીજા દિવસે હાઇકોર્ટની તમામ કામગીરી બંધ હોવાનું સામે આવ્યું છે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટીટ સંદીપ ભટ્ટની બદલી મામલે વકીલો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જેમાં બાર એસોસિએશન મેમ્બર સાથે હડતાલમાં 271 જેટલા વકીલ મંડળ પણ જોડાયા છે.
સતત ત્રણ દિવસથી ગુજરાત હાઇકોર્ટની કામગીરી ઠપ
મળતી માહિતી મુજબ, ગુજરાત હાઇકોર્ટના જસ્ટીટ સંદીપ ભટ્ટની બદલીને લઈને વકીલો દ્વારા વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે. બાર ઍસોસિએશનના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, 'હાઇકોર્ટમાં વકીલના વિરોધ મામલે સુપ્રીમ કોર્ટમાંથી જવાબ આવ્યો નથી.'
હાઇકોર્ટમાં વકીલોની હડતાલને પગલે કોર્ટની કામગીરી ઠપ થઈ ગઈ છે. જેમાં ચારથી પાંચ હજાર જેટલા કેસોને અસર પડી હોવાનું સામે આવ્યું છે. જ્યારે વકીલોની હડતાલમાં હવે નીચલી કોર્ટના 271 જેટલા વકીલ મંડળે પણ જોડાવા માટે બેઠક કરી છે. વિરોધ મામલે યોગ્ય નિકાલ ન આવે તો આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.
તમને જણાવી દઈએ કે, જસ્ટિસ સંદીપ ભટ્ટને મધ્યપ્રદેશ હાઇકોર્ટ ખાતે બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. આ પછી હાઇકોર્ટમાં વકીલો દ્વારા બદલી મામલે વિરોધ નોંધાવ્યો.