mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

UNM ફાઉન્ડેશન દ્વારા આયોજિત 'અભિવ્યક્તિ-ધ સિટી આર્ટ પ્રોજેક્ટ'ની ચોથી આવૃતિનો પ્રારંભ

Updated: Nov 12th, 2022

UNM ફાઉન્ડેશન દ્વારા આયોજિત 'અભિવ્યક્તિ-ધ સિટી આર્ટ પ્રોજેક્ટ'ની ચોથી આવૃતિનો પ્રારંભ 1 - image


- 'હાજી કાસમ તારી વીજળી' નાટ્ય પ્રસ્તુતિ પર પ્રેક્ષકો થયા મંત્રમુગ્ધ

અમદાવાદ, 12, નવેમ્બર 2022, શનિવાર

અમદાવાદ ખાતે 11 નવેમ્બરના રોજ અભિવ્યક્તિ-ધ સિટી આર્ટ પ્રોજેક્ટની ચતુર્થ આવૃતિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. UNM ફાઉન્ડેશન દ્વારા સમર્થિત આ પહેલ આર્ટ્સના ચારેય સેગમેન્ટ વિઝ્યુયલ આર્ટ, મ્યુઝિક, ડાન્સ અને થિયેટરમાં નવા વિચારો, આઇડીયા અને પ્રયોગોનું ઉત્સાહવર્ધન કરે છે. 

અભિવ્યક્તિનો મંચ દરેક વ્યક્તિ સુધી કળાના વિવિધ સ્વરૂપોને પહોંચાડવા તેમજ ટેલેન્ટ ધરાવતા લોકોને તેમની પ્રતિભા દર્શાવવા માટે કોઇપણ પ્રકારની મર્યાદા વિના પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે. 

આ એડિશનની શરૂઆત અભિવ્યક્તિની પૂર્વવર્તી ઈવેન્ટ તરીકે કરતાલ વર્કશોપ યોજવામાં આવી હતી અને તે તેના પ્રતિભાગીઓના પરફોર્મન્સ સાથે થઈ હતી. 

video

કરતાલ એ રાજસ્થાની લોકસંગીતનું એક પ્રાચીન વાદ્ય છે. જેને શીખવું સામાન્ય રીતે અઘરુ માનવામાં આવે છે. વર્કશોપ દરમિયાન સહભાગીઓને કરતાલ વગાડવાના બેઝિક્સ અને બીટ વિશેની તેમજ રિધમની માહિતી આપવામા આવી હતી જેનું પ્રદર્શન સહભાગીઓએ સુમેળભર્યા મિશ્રણ સાથે અભિવ્યક્તિના ઓપનિંગ દિવસે કર્યું હતું.

અભિવ્યક્તિના ભવ્ય ઉદ્ઘાટનમાં ઓપનિંગ શોમાં 'હાજી કાસમ તારી વીજળી' દ્વારા ઈન્ડસ્ટ્રીના 30-35 જેટલા જાણીતા કલાકારોને એકસાથે જોડ્યા હતા અને એક જબરદસ્ત પરફોર્મન્સ રજૂ કરાયુ હતું. જે ગુણવંતરાયની તે જ નામની નોવેલ પરથી ઈન્સપાયર છે જેમાં હાજી કાસમના વીજળી નામના જહાજની અને તેણે ખેડેલી પોરબંદરથી મુંબઈની સફરની વાત કરવામાં આવી છે. 

UNM ફાઉન્ડેશન દ્વારા આયોજિત 'અભિવ્યક્તિ-ધ સિટી આર્ટ પ્રોજેક્ટ'ની ચોથી આવૃતિનો પ્રારંભ 2 - image

આ વાર્તાને રામ મોરી દ્વારા તેમની કલમે નાટ્યાત્મક સ્વરૂપ આપવામાં આવ્યું છે અને તેના ડાયલોગ અને સોન્ગ અભિનવ બેન્કર દ્વારા દિગ્દર્શિત થયેલા છે. લગભગ બે કલાક સુધી ચાલેલા આ નાટકમાં ગુજરાતી ફીલ્મ ઈન્ડસ્ટ્રીના મયુર ચૌહાણ ઉર્ફે માઈકલે લીડ રોલમાં તેમજ અન્ય જાણીતા નામ જેમ કે ભાર્ગવ પુરોહિત સાથે ગાયક આદિત્ય ગઢવીએ લાઈવ સોન્ગ ગાઈને જબરદસ્ત પરફોર્મન્સ આપ્યુ હતું.  આ કાર્યક્રમમાં મ્યુઝિક વ્યવસ્થા હાર્દિક દવે અને ભાર્ગવ પુરોહિત દ્વારા કરવામાં આવી હતી અને બેકગ્રાઉન્ડ સ્કોર મેહુલ સુરતી દ્વારા આપવામાં આવ્યા હતા. મ્યુઝિકમાં સાહસ, હિંમત અને રોમાન્સની થીમ્સના ખૂબ જ ચીવટપૂર્વક કરવામાં આવેલ મિશ્રણે પ્રેક્ષકોને એક અવિસ્મરણીય પ્રવાસ કરાવ્યો હતો.

અભિવ્યક્તિએ રચનાત્મક ભાવનાના અધિકૃત પ્રતિનિધિ તરીકેની પોતાની ઓળખ સ્થાપિત કરી છે. આ એડિશન આવનારા દિવસોમાં નવીન અને કુશળ કલાકારો દ્વારા અદ્ભૂત પ્રદર્શન, સ્થાપન અને વર્કશોપ રજૂ કરવા માટે તૈયાર છે. જે દર્શકોને અગાઉ ક્યારેય ન માણ્યો હોય તેવો કલાત્મક અનુભવ કરાવશે.

12 નવેમ્બર 2022  માટે શેડ્યુલ કરાયેલા પ્રોગ્રામ

સ્થળ: ઉપાસના સ્કૂલ ઓફ આર્ટ, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ

સ્થળ

આર્ટીસ્ટ

પ્રસ્તુતિ

આર્ટફોર્મ

સમય

Audi

પી.એસ. ચારી

ડાંગ ઓરલ ફોકલોર-ધ ટેલ ઓફ કંસારી

Theater

19:15 pm

-

-

પેનલ ડિસ્કશન હ્યુમર એન્ડ ઇટ્સ આર્ટસ કનેક્શન

Humour

16-30 pm  to 18.00 pm

Amphi

દિપક પ્રજાપતિ

હેલો કિટ

Dance

19:15 pm

Platform

કમલેશ દરજી

ભીખો ફેન્સી

Theater

20:30 pm

Audi

ખુશી લંગાલીઆ

નર્મપ્રવાહ

Dance

21:15 pm

Amphi

ધતાપી પ્રોજેક્ટ

કોરી શાહીનો કલામ

Music

21:15 pm

 

13 નવેમ્બર 2022 માટે શેડ્યુલ કરાયેલા પ્રોગ્રામ

 

સ્થળ: ઉપાસના સ્કૂલ ઓફ આર્ટ, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ

સ્થળ

આર્ટીસ્ટ

પ્રસ્તુતિ

આર્ટફોર્મ

સમય

Audi

સપના અંજારીઆ

Sessions In Dirt

Music

19:15 pm

Amphi

નિકિતા શર્મા અને મોહિત મહેતા

Gurudutt: The Black & White Dream

Theater

19:15 pm

Platform

માનસી મોદી અને માનસી કરણી

Confluence

Dance

8:30 pm

Audi

અમિત ખુવા

Maru Naam Comedy

Humor

21:15 pm

Amphi

રૈના પરિખ

Sankhyaa

Dance

21:15 pm


અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ પ્રોજેક્ટ એ ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવારના UNM ફાઉન્ડેશનનો ઉપક્રમ છે અને આર્ટને અમદાવાદના સામાજિક તાણવાણામાં પરોવવાની કલ્પના ધરાવે છે જે ફ્રી એન્ટ્રી સાથે સ્થળની અને ફીઝીકલ કે ઇંડીવીઝ્યુયલ થ્રેશોલ્ડ અને સામાજિક કે આર્થિક મર્યાદાઓ વગર કળા સુધી સહુની પહોંચને શક્ય બનાવવાની કલ્પના ધરાવે છે. 

આવા વિઝન સાથે ઉભરતી ટેલેન્ટની ઓળખ કરવાનું તેમને સપોર્ટ કરવાનું અને આ તમામ અલગ અલગ પ્રકારના આર્ટના આર્ટીસ્ટોં માટે તેમને યોગ્ય પ્લેટફોર્મ દ્વારા શહેર અને તેની શહેરીજનો વચ્ચે લઈ આવવાનું મિશન રહ્યું છે. 

UNM ફાઉન્ડેશન દ્વારા આયોજિત 'અભિવ્યક્તિ-ધ સિટી આર્ટ પ્રોજેક્ટ'ની ચોથી આવૃતિનો પ્રારંભ 3 - image

અભિવ્યક્તિ અમદાવાદના આર્ટ અને કળાના લેન્ડસ્કેપમાં એક નવું પાનું અને ઉત્સવનો પ્રારંભ કરવા તરફ જઈ રહ્યું છે. અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, ઈન્સ્ટોલેશન અને થિએટર સાથે અનેકવિધ કલાસ્વરૂપો સામેલ છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ્ય અમદાવાદના શહેરીજનો સુધી આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની આર્ટ અને કળા લાવવાનો છે અને તે પણ શહેરીજનોના કોઈપણ ખર્ચ વિના!

અભિવ્યક્તિની આ ચોથી એડીશન તારીખ 11 નવેમ્બરથી 27 નવેમ્બર 2022 દરમિયાન યોજાવા જઈ રહી છે. પૂર્વવર્તી ઇવેન્ટ તારીખ 6 નવેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન યોજાનારા છે. આ વર્ષે 27 જેટલા આર્ટિસ્ટ 27 પર્ફોમન્સ રજૂ કરવાના છે. વધુમાં 36 આર્ટિસ્ટ દ્વારા 33 જેટલા વિઝ્યુલ આર્ટ પ્રદર્શિત થનારા છે.

Gujarat