સુરતમાં રક્તની અછતઃ ગર્ભવતી મહિલા સહિતના દર્દીઓના જીવ જોખમમાં
કોરોનાને કારણે સંસ્થાઓ, સ્વેચ્છિક રક્તદાતાઓ રક્તદાનથી દૂર થયા ઃ વિવિધ બ્લડ બેન્કોએ સ્વેચ્છિક રક્તદાન કરવા અપીલ કરી
સુરત તા.28.જુલાઉ.2020.મંગળવાર
રક્તદાનએ મહાદાન ગણવામાં આવે છે. ગુજરાતમાં સૌથી વધુ રક્તદાન કરવામાં અમદાવાદ અને સુરત શહેરના લોકો હંમેશા આગળ રહે છે પણ હાલમાં આ બંને શહેરો પર કોરોનાનાં કાળ જેવા વાદળો છવાયેલા છે ત્યારે સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રક્તદાન કેમ્પ ઓછા થાય છે તેમજ સ્વૈચ્છિક રક્તદાન કરતા રક્તદાતા પણ ઓછા હોવાથી રક્તની અછત વર્તાઈ રહી છે. જેથીે ગર્ભવતી મહિલા સહિતના જરૃરિયાતમંદ દર્દીઓની હાલત કફોડી બની ગઇ હોવાનું જાણવા મળે છે.
સુરત રકતદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરના નિતેશભાઇ મહેતાએ કહ્યું કે, કોરોનાની મહામારીને પગલે સુરત શહેરમાં છેલ્લા 15-20 દિવસથી રક્તદાન શિબિરનું આયોજન એકદમ ઓછું થઈ જતા તમામ ગુ્રપના લોહીની તીવ્ર અછત છે. જેમાં એ પોઝિટીવ અને એબી પોઝિટિવની સૌથી વધુ અછત વર્તાઈ રહી છે. આવા સંજોગોમાં ગર્ભવતી મહિલાઓ, થેલેસેમિયા, બ્લડ કેન્સર, સિકલસેલ એનેમીયાના દર્દીઓને મુશ્કેલીઓ પડી રહી છે. સેવાભાવી સંસ્થાઓ, સ્વૈચ્છિક રક્તદાતાઓ આગળ આવે તો આ દર્દીઓની મુશ્કેલી દુર થશે.
નવી સિવિલ હોસ્પિટલ ડોક્ટર મયુર જરક સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર અંકિતાબેન અને લોક સમર્પણ રક્તદાન બેંકના ડોક્ટર સુભાષ ભાઈએ ખૈની કહ્યું હતું કે, કોરોનાના ભયથી લોકો રક્તદાન કરવાનું ટાળી રહ્યા છે. પણ રકતની જરૃરિયાતવાળાં દર્દીઓને સમયસર ૨કત મળી રહે તે હેતુસર તમામ ૨કતગૃપોનાં સ્વૈચ્છિક રકતદાતાઓ કે જેઓ સંપૂર્ણપણે હાલમાં સ્વસ્થ અને તંદુરસ્ત હોય તેઓને કેન્દ્ર ખાતે સ્વૈચ્છિક રકતદાન કરે તેવી અપીલ છે.
સિવિલ અને સ્મીમેરમાં કોરોનામુક્ત થયેલા 180 દર્દીઓએ પ્લાઝમા ડોનેટ કર્યા
કોરોના
ગંભીર હાલતના દર્દી માટે પ્લાઝમાની સારવાર ઘણી આશીર્વાદરૃપ સાબિત થાય છે. તેવા
સમયે નવી સિવિલમાં સોમવારે કોરોના મુકત
થયેલા ૯ વ્યકિત સહિત કુલ ૮૦ વ્યકિતઓએ પ્લાઝમા ડોનેટ કર્યા હતા. જયારે સ્મીમેર
હોસ્પિટલમાં સોમવારે ૧૦ વ્યકિત સહિત અત્યાર સુધીમાં કુલ ૧૦૦ વ્યકિતઓએ પ્લાઝમાં ડોનેટ કર્યા હોવાનું ડોકટરે કહ્યુ હતુ.
કોરોના મુકત થયેલા સ્વસ્થ વ્યકિતઓ પ્લાઝમાં ડોનેટ કરીને બીજા ગંભીર હાલતના
દર્દીઓના જીવ બચાવવા ડોકટરે અપીલ કરી રહ્યા છે.
લિંબાયતની ગર્ભવતી મહિલાને
લોહીની તકલીફ પડી હતી
લિંબાયતમાં
રહેતી ૨૮ વર્ષીય મહિલાને ચાર-પાંચ દિવસ પહેલા પ્રસૂતિની પીડા થતા સ્મીમેરમાં દાખલ
કરી હતી. હિમોગ્લોબીન ઓછુ હોવાથી લોહી
ચઢાવવાની જરૃર હોવાથી પરિવારને લોહીની વ્યવસ્થા કરવા અથવા ડોનર લાવવા કર્મચારીએ
કહ્યુ ંહતું. તેથી પરિવાર મુંઝવણમાં મુકાયો હતો. જોકે, બાદમાં તેમના પરિચિતે
લોહીની વ્યવસ્થા કરી આપી હતી.
.