કચ્છનું ધો.૧ર સામાન્ય પ્રવાહનું ૮૩.૭૯ ટકા પરિણામ, છ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં
- જિલ્લામાં કુલ ૯૭૬૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
- માંડવી કેન્દ્રનું સૌથી ૮૮.૬૧ ટકા તથા નખત્રાણા સેન્ટરનું સૌથી ઓછું ૭૭.૧૯ ટકા પરિણામ ઃ સૌથી વધુ છાત્રો સી-૧ ગ્રેડમાં
ભુજ, સોમવાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૦માં લેવાયેલી ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજરોજ પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છનું પરીણામ ૮૩. ૭૯ ટકા આવ્યું છે. જ્યારે રાજ્યનું પરીણામ ૭૬.૨૯ ટકા રહ્યું છે. આમ જિલ્લાનું પરીણામ રાજ્યની સરખામણીએ વધુ છે.
આજે સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું પરીણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં ૯૭૯૨ નોંધાયેલા છાત્રોમાંથી ૯૭૬૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૮૧૮૧ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે કેન્દ્રવાઈસ પરીક્ષાની વાત કરીએ તો સૌથી વધુ પરીણામ માંડવી કેન્દ્રનું ૮૮.૬૧ ટકા આવ્યું છે. જ્યારે સૌથી પરીણામ નખત્રાણાનું ૭૭.૧૯ ટકા રહ્યું છે. ભચાઉનું ૮૬.૮૦ ટકા, ગાંધીધામનું ૮૦.૯૦ ટકા, આદિપુરનું ૮૨.૨૯ ટકા, માંડવીનું ૮૮.૬૧ ટકા, અંજારનું ૭૮.૯૮ ટકા, રાપરનું ૭૯.૩૭ ટકા, પાંનૃધ્રોનું ૮૬.૮૧ ટકા તાથા મુદરાનું ૮૬.૧૨ ટકા રહ્યું છે. જ્યારે એ-૧ ગ્રેડમાં માત્ર ૬ વિદ્યાથીનીઓ આવી છે. એ-૨માં ૩૦૫, બી-૧માં ૧૨૨૧, બી-૨માં ૨૩૯૪, સી-૧માં ૨૭૪, સી-૨માં ૧૪૦૨, ડીમાં ૧૦૧, ઈ-૧માં ૩ તાથા ૧૬૧૧ છાત્રો નાપાસ થયા છે.