Get The App

અમદાવાદની સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું કિડની સંબંધિત રોગોનું સ્ક્રીનિંગ કરાશે, સિવિલનો પાઈલટ પ્રોજેક્ટ

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદની સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું કિડની સંબંધિત રોગોનું સ્ક્રીનિંગ કરાશે, સિવિલનો પાઈલટ પ્રોજેક્ટ 1 - image
Images Sourse: elements

Ahmedabad Civil Hospital Pilot Project: અમદાવાદ સિવિલ હોસ્પિટલ રોડ કિડની ઈન્સ્ટિટ્યૂટ (આઈકેડીઆરસી)ના પીડિયાટ્રિક નેફ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા બાળકોમાં કિડની સંબંધીત રોગોની તપાસ કરવા માટે પાયલોટ સ્કૂલ સિનિંગ પ્રોજેક્ટ હાથ ધરવામા આવ્યો છે.  જેમાં અમદાવાદની સ્કૂલોમાં 12થી 14 વર્ષના વિદ્યાર્થીઓ-બાળકોનું સ્ક્રીનિંગ કરાશે. જેમાં હાલ પ્રાથમિક તબક્કે 1800 જેટલા બાળકોની સ્કૂલોમાં જઈને તપાસ કરવામાં આવશે.

1800 બાળકોની તપાસ કરવાનો ટાર્ગેટ 

કિડની હોસ્પિટલના પીડિયાટ્રિક નેફ્રોલોજી ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા બાળકોમાં કિડનીને લગતા રોગોને લઈને પાયલોટ બેઝ પર સ્ક્રીનિંગ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જે અંતર્ગત અમદાવાદ શહેરની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની સ્કૂલોમાં ડોક્ટરોની ટીમ રૂબરૂ જઈને બાળકોની તપાસ કરશે. હાલના પ્રાથમિક તબક્કે 12થી 14 વર્ષના 1800 બાળકોની તપાસ કરવાનો ટાર્ગેટ છે. જેમાં ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ ઈન્વેસ્ટિગેટર ડોકટર અન્ય ત્રણ ડોક્ટરોની ટીમ દ્વારા બાળકોનું વજન, ઊંચાઈ અને ડીપ સ્ટિક દ્વારા સ્ક્રીનિંગ કરાશે. જેમાં બાળકનું યુરિન લેવામાં આવશે અને જેમાં 30 સેકન્ડર માટે સ્ટિક ડુબાડીને યુરિનમાં કોઈ જર્મ્સ કે બેક્ટેરિયા છે કે નહીં તેની તપાસ થશે અને તેના આધારે બાળકમાં કિડનની સંબંધીત કોઈ રોગ છે કે નહીં તેની તપાસ થશે.

જો આ પ્રાયમરી સ્ક્રીનિંગમાં બાળકોમાં કોઈ પણ લક્ષણ દેખાશે કે ડિપ સ્ટિક ટેસ્ટમાં કોઈ બેક્ટેરિયા-જર્મ્સ કે ઈન્ફેક્શન કે પછી કંઈ પણ શંકાસ્પદ લાગશે તો બાળકને અને તેમના વાલીને આગળ હોસ્પિટલ જઈને વધુ તપાસ માટે સમજાવવામા આવશે. આ ઉપરાંત બાળકની દિવસ દરમિયાન શૌચ માટે જવાની આદતો પાણી પીવાની આદતો સહિતના સવાલો પૂછીને પણ પ્રાયમરી તપાસ થશે. આ સ્ક્રીનિંગ પોજેક્ટ માટે ડીઈઓની મંજૂરી લેવાઈ છે અને ડીઈઓ દ્વારા પણ સ્કૂલોને પરિપત્ર જાહેર કરીને જાણ કરાઈ છે. આ પાયલોટ સ્કૂલ સ્ક્રીનિંગ પ્રોજેક્ટ બાદ તેની સફળતા અને પરિણામોને આધારે આગળ પણ નાના બાળકોની અને વધુ બાળકોની તપાસ માટે વિચારણા કરવામા આવશે. 

આ પણ વાંચો: તમે કરો છો શું કહી અધિકારીને ખખડાવ્યા , વરસાદી પાણી ભરાવા મામલે મ્યુનિ.કમિશનર આકરા પાણીએ

નોંધનીય છે કે,અગાઉ થયેલા સ્ટડી મુજબ 68 ટકા બાળકોમાં કિડનીનો રોગ છેલ્લા સ્ટેજ સુધી પહોંચી જાય ત્યાં સુધી મેડિકલ સારવાર મળી હોતી નથી. કિડની હોસ્પિટલના ડિરેકટર ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું હતું કે, 'કિડનીના રોગોનું પ્રમાણ વધી રહ્ય છે અને બાળકોમાં નાનપણથી જ થઈ રહ્યો છે. જેમાં પથરી, કિડની વાલ્વ, એક કિડની ન હોવી કે એક ખરાબ હોવી સહિતના અનેક રોગો થતા હોય છે. 10 મીલિયને 20 ટકા બાળકોમાં કિડની રોગો દેખાતા હોય છે. જેથી પ્રાયમરી સ્ટેજમાં સ્ક્રીનિંગ ખૂબ જ જરૂરી છે. 

શાળા આરોગ્ય કાર્યક્રમમાં 17 વર્ષના કિશોરને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાયુ

સિવિલ મેડિસિટીની સરકાર સંચાલિત કિડની હોસ્પિટલમાં શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ 17 વર્ષના કિશોરને લીવર ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવજીવન મળ્યુ છે. ઔડાના મકાનમાં રહેતા ગરીબ પરિવારના એવા બબલુ પાટિલના પુત્ર કાર્તિકને છ વર્ષનો હતો ત્યારથી લીવરની બીમારી હતી. થોડા વર્ષ બાદ તબીયત વધુ બગડી અને સિવિલ હોસ્પિટલમાં તપાસ બાદ કિડની હોસ્પિટલમાં બાળકની વધુ તપાસ થઈ હતી. જેમાં ધ્યાને આવ્યુ કે કાર્તિકને લાખોમાં બેથી ત્રણ બાળકોમાં જોવાતો વિલ્સન ડીસીઝ નામનો લીવરની બિમારીનો રોગ છે. 

હોસ્પિટલના ડિરેકટર ડૉ.પ્રાંજલ મોદીએ જણાવ્યું કે, 'આ જિનેટિક કહી શકાય તેવો લીવર રોગ હતો. જેમાં બાળકને ગત વર્ષે ઓક્ટોબરમાં લોહીની ઉલટી થતા તબીયત વધુ કથળી હોઈ લીવર ફેલ થતા ટ્રાન્સપ્લાન્ટ કરવુ પડે તેમ હતુ. જેથી કાર્તિકના પિતા પાસે કેડેવર લીવર માટે નોંધણી કરાવી હતી અને 18 વર્ષ પુરા થવા પાંચ-છ મહિના બાકી હતા. ત્યારે લીવર ઉપલબ્ધ થતા હોસ્પિટલે કાર્તિકના પિતાને તાકીદે દાખલ થવા જણાવ્યુ હતું. ત્યારબાદ કિડની હોસ્પિટલ દ્વારા આ કિશોરનું લીવર પ્રત્યારોપણનું ઓપરેશન સફળ રીતે કરવામા આવ્યુ હતું. શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ આ ઓપરેશન સંપૂર્ણ રીતે ફ્રીમાં કરવામા આવ્યુ હતું.'

Tags :