કૂતરાને રોટલી ખવડાવવા ઘરની બહાર નીકળેલા કિશોરનું અપહરણ
- ચાર દિવસ સુધી શોધખોળ બાદ 13 વર્ષના પુત્રનો પત્તો નહીં લાગતા પિતાએ પોલીસની મદદ લીધી
Image Source: Freepik
વડોદરા તા. 04 ફેબ્રુઆરી 2024, રવિવાર
પાદરા તાલુકાના રણુ ગામ પાસે આવેલી ઋષિ કંપની નજીક રહેતા મૂળ બિહારના સની રાજેશભાઈ પાસવાનનો 13 વર્ષનો પુત્ર તારીખ 30 ના રોજ સવારે ઘરની બહાર કૂતરાને રોટલી ખવડાવવા માટે નીકળ્યો હતો. ત્યારબાદ તે રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયો હતો સનીના સગીર પુત્રનું કોઈએ અપહરણ કર્યું હોવાની આશંકા સાથે પાદરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે સન્ની અને તેના પરિવારજનોએ વ્યાપક શોધખોળ કરવા છતાં તેનો પત્તો નહીં લાગતા પોલીસની મદદ લેવી પડી હતી.