Get The App

ગુજરાતમાં ચોમાસા પહેલાં ખરીફ વાવેતરનો આરંભ, ગત વર્ષ કરતાં ધીમું વાવેતર

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં ચોમાસા પહેલાં ખરીફ વાવેતરનો આરંભ, ગત વર્ષ કરતાં ધીમું વાવેતર 1 - image


Gujarat Agriculture News: ગુજરાતમાં ખેતીવાડીની ત્રણ સીઝનમાં સૌથી મોટી અને 20 પ્રકારના પાકોમાં સર્વાધિક ઉપજ પેદા કરતી ખરીફ અર્થાત્‌ ચોમાસુ ઋતુનું વાવેતર શરુ થયું છે. જો કે ગત વર્ષે આજ સુધીમાં 42,355 હેક્ટર સામે આ વર્ષે માત્ર 2678 હેક્ટરમાં વાવણી થઈ છે. એટલે કે ખેડૂતો હજુ વરસાદ સહિતના પરિબળો જોઈને ધીમી ગતિએ મગફળી,કપાસ, શાકભાજી સહિત  પાકોના બીજ રોપવાનું શરુ કરી દીઘું છે. મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં વાવણી શરુ થઈ છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ખેડૂતો હજુ તૈયારી કરે છે. 

રાજ્યમાં કૃષિની આ સૌથી મોટી સીઝન, ઓક્ટોબર સુધીમાં 86 લાખ હેક્ટર જમીન ખેડી બીજ રોપાય છે

મુખ્ય ત્રણ ઋતુની જેમ રાજ્યમાં વાવણીની પણ ત્રણ ઋતુઓ છે. પરંતુ, તેમાં સૌથી વધુ 86 લાખ હેક્ટરનું વાવેતર ચોમાસા દરમિયાન થાય છે જેને ખરીફ ઋતુ કહે છે. આ સીઝન ઓક્ટોબરના બીજા સપ્તાહ સુધી ચાલતી હોય છે અને તેમાં મુખ્યત્વે ડાંગર, તુવેર, મગ, મગફળી, કપાસ, દિવેલા, સોયાબીન વગેરે મુખ્ય પાક છે. બાજરી દરેક ઋતુમાં વવાય છે. ઉલ્લેખનીય છે કે આ ઋતુમાં થતા મગફળી અને કપાસના ઉત્પાદનની ગુજરાતના અર્થતંત્ર પર મોટી અસર હોય છે અને સમગ્ર દેશમાં ગુજરાત આ બન્ને પાકોમાં અગ્રેસર છે.

આ પણ વાંચો: કડીમાં લોબિંગ કર્યુ પણ નીતિન પટેલનો પનો ટૂંકો પડ્યો, હાઇકમાન્ડે સક્રિય જૂથોની ગણતરી ઉંધી પાડી

શિયાળામાં આશરે 46 લાખ હેક્ટરમાં વાવણી થાય છે, જેમાં મુખ્યત્વે ઘંઉ, જીરુ, ચણા, શેરડી, ધાણાનો પાક ખેડૂતો લેતા હોય છે. જ્યારે ઉનાળામાં સૌથી ઓછુ 11.44 લાખ હેક્ટરનું વાવેતર થાય છે અને આ વાવણી ઉપલબ્ધ પાક અને આગલા વર્ષના ચોમાસાથી જળભંડારો કેટલા ભર્યા છે તેના પર આધારિત હોય છે, આ ઋતુમાં બાજરી, ડુંગળી, તલ વગેરે પાક લેવાય છે. આમ, બાર માસમાં કૃષિની સૌથી મોટી સીઝન હવે શરુ થઈ છે.

ગુજરાતમાં ગત ચાર વર્ષમાં ખરીફ વાવેતર
ગુજરાતમાં ચોમાસા પહેલાં ખરીફ વાવેતરનો આરંભ, ગત વર્ષ કરતાં ધીમું વાવેતર 2 - image

Tags :