Get The App

કડીમાં લોબિંગ કર્યુ પણ નીતિન પટેલનો પનો ટૂંકો પડ્યો, હાઇકમાન્ડે સક્રિય જૂથોની ગણતરી ઉંધી પાડી

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
કડીમાં લોબિંગ કર્યુ પણ નીતિન પટેલનો પનો ટૂંકો પડ્યો, હાઇકમાન્ડે સક્રિય જૂથોની ગણતરી ઉંધી પાડી 1 - image


Gujarat bypolls:  કડીની પેટાચૂંટણીમાં ઉમેદવારની પસંદગીમાં ભાજપનું એકેય જૂથનો ગજ વાગ્યો નથી. મહત્વનું છેકે, કડીમાં જેનો પડ્યો બોલ ઝિલાતો હતો તે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ પનો ટૂંકો પડ્યો છે. ભાજપ હાઇકમાન્ડે જૂના જનસંઘી રાજેન્દ્ર ચાવડાની પસંદગી કરી  બધી  ગણતરી જ ઉંધી પાડી દીધી હતી જે સમગ્ર કડી વિસ્તારમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. 

70 દાવેદારોએ બાયોડેટા આપ્યા પણ હાઇકમાન્ડે જૂના જનસંઘી રાજેન્દ્ર ચાવડા પર પસંદગી ઉતારી

કડી બેઠક પર પેટાચૂંટણી લડવા માટે ગુજરાતી ફિલ્મ કલાકાર હિતુ કનોડિયા, ગાયક કલાકાર કાજલ મહેરિયાએ ભાજપ પાસે ટીકીટ માંગી હતી. આ ઉપરાંત 70 દાવેદારોએ બાયોડેટા આપીને ચૂંટણી નીરીક્ષકો સમક્ષ ચૂંટણી લડવા ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, કડીના સ્થાનિક નેતાઓનું કહેવુ હતુ કે, ઉમેદવાર પસંદગીમાં નીતિન પટેલની મુખ્ય રોલ હશે. આ ઉપરાંત નીતિન પટેલ સહિત તેમના જૂથે માનીતાને ટીકીટ અપાવવા રાજકીય લોબિંગ કર્યુ હતું પણ મેળ પડ્યો ન હતો. 

આ પણ વાંચો: કોરોનાના 461 એક્ટિવ કેસ સાથે ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને : એક સપ્તાહમાં ચાર ગણો વધારો

હાઇકમાન્ડે જૂના જનસંઘી રાજેન્દ્ર ચાવડાને ચૂંટણી મેદાને ઉતારવા નક્કી કર્યું ત્યારે એ વાત સ્પષ્ટ થઇ હતી કે, કડીમાં હવે નીતિન પટેલનો દબદબો ઘટ્યો છે. લોબિંગ કર્યા પછી ય નીતિન પટેલના માદરે વતન કડીમાં કઇં ચાલ્યુ ન હતું. હાઇકમાન્ડે ખેલ પાડીને નીતીન પટેલ સહિત અન્ય સક્રિય જૂથોની રીતસર બાદબાકી કરી હતી.  કડીમાં ઉમેદવાર પસંદગીમાં નીતિન પટેલનો જરાયે ગજ વાગ્યો ન હતો. આ પસંદગી પ્રક્રિયાએ પણ ઘણો મોટો સંદેશો આપ્યો છે. 

વિસાવદર ચૂંટણી પ્રચારમાં AIનો રાજકીય ઉપયોગ, ઇટાલિયાને કેશુબાપાએ થપ્પડ ચોડી

આર્ટિફિશિયલ ઇન્ટેલિન્જસનો રાજકીય ઉપયોગ થવા માંડ્યો છે. એકાદ બે દિવસ પહેલાં જ આર્ટિફિશિયલ ઇન્ટેલિન્જસ દ્વારા એક વીડીયો જાહેર કરાયો હતો જેમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાના આર્શિવાદ લેતાં નજરે પડી રહ્યાં છે. આ વીડીયોના પગલે સ્થાનિક રાજકારણ ગરમાયુ હતું. હવે સોશિયલ મિડીયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિન્જસની મદદથી તૈયાર કરાયેલો ફોટો વાયરલ થયો છે જેમાં કેશુબાપા ઇટાલિયાને થપ્પડ મારી રહ્યાં છે.

Tags :