આણંદ: ખંભાતમાં કંપનીની ઘોર બેદરકારીથી 2 શ્રમિકનું મોત, 2 ઈજાગ્રસ્ત, સુરક્ષા વિના ઉતર્યા હતા ટાંકી સાફ કરવા
Anand Crime: ગુજરાતના આણંદમાંથી બે શ્રમિકોના ઝેરી ગેસના કારણે મોતના સમાચાર સામે આવ્યા છે. ખંભાતમાં ફ્રેશફૂડ કંપનીમાં કામ કરતા 4 શ્રમિકો ઝેરી ગેસના સંપર્કમાં આવ્યા હતા. જેમાંથી 2 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા અને અન્ય બે શ્રમિકો હાલ સારવાર હેઠળ છે.
આ પણ વાંચોઃ સુરતમાં રોગચાળો વકર્યો, પાણી અને મચ્છરજન્ય બીમારીથી બાળકો સહિત 4ના મોત
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, આણંદના ખંભાત તાલુકાના સોખડા ગામે ફ્રેશફૂડ કંપનીમાં 4 શ્રમિકો ઝેરી ગેસના સંપર્કમાં આવ્યા હતા. Effluent Treatment Plant (ETP) કંપની દ્વારા શ્રમિકોને કોઈપણ સુરક્ષાના સાધનો વિના ટાંકીની સફાઈ કરવા અંદર ઉતારવામાં આવ્યા હતા. જોકે, ટાંકીમાં ભરેલા ઝેરી ગેસના સંપર્કમાં આવતા બે યુવકો તુરંત જ બેભાન થઈ ગયા અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જોકે, આ દરમિયાન અન્ય બે શ્રમિકો તેમને બચાવવા માટે ગયા તો તે પણ ઝેરી ગેસની ઝપેટમાં આવી ગયા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચોઃ 'આવી રીતે જીવવું એના કરતો તો...' ભરૂચમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત
હાલ આ બંને ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શ્રમિકોના મોતથી પરિજનોમાં શોકનો માહોલ છવાયો છે.