Get The App

ભરશિયાળે ગુજરાતમાં કેસર કેરીનું આગમન! 10 કિલોના બોક્સની રેકોર્ડબ્રેક ભાવે હરાજી

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
ભરશિયાળે ગુજરાતમાં કેસર કેરીનું આગમન! 10 કિલોના બોક્સની રેકોર્ડબ્રેક ભાવે હરાજી 1 - image


Mango Auction: ગત શિયાળાની જેમ આ વર્ષે પણ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું વહેલું આગમન થઈ ચૂક્યું છે. ડિસેમ્બર મહિનો પૂરો થાય તે પહેલા જ કેરીની આવક થતાં ખેડૂતો અને વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ થલતેજ વોર્ડની સ્નેહાંજલિ સોસાયટી વિવાદ, ભાજપના કોર્પોરેટર સમીર પટેલને સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી ભગાડયા

ઊંચા ભાવે થઈ હરાજી

માર્કેટિંગ યાર્ડ ખાતે હનુમાનગઢથી લાવવામાં આવેલી કેસર કેરીના એક બોક્સની હરાજી કરવામાં આવી હતી. પરંપરાગત રીતે ગુલાબની પાંદડીઓથી વધાવીને અને મોં મીઠું કરવા માટે પેંડા લાવીને આ વહેલી કેરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દસ કિલોના બોક્સની હરાજીમાં ઊંચો ભાવ બોલીને રૂ. 12,510 માં વેચાણ થયું હતું. આ ભાવ પ્રમાણે, એક કિલો કેસર કેરીનો ભાવ રૂ. 1251 બોલાયો હતો, જે સૂચવે છે કે આ પ્રથમ આવકને બજારમાં ભારે આવકાર મળ્યો છે.

વહેલી આવકનું કારણ

પોરબંદરના બીલેશ્વર, હનુમાનગઢ પંથક સહિત બરડા વિસ્તારમાં આંબાનું ખૂબ મોટી માત્રામાં વાવેતર થાય છે, જેના કારણે અહીં વિપુલ પ્રમાણમાં કેરીનો પાક ઉતરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગ અને અન્ય કારણોસર શિયાળા દરમિયાન પણ કેરીની આવક થતી હોય છે.

આ પણ વાંચોઃ 10 વર્ષમાં ગુજરાતમાંથી 846 કંપનીઓ અન્ય રાજ્યોમાં જતી રહી! દિલ્હી-મુંબઈ મોખરે

ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના

જોકે, ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે કેરીના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. જેના લીધે આ વર્ષે કેરીનું ઉત્પાદન પણ પ્રમાણમાં ઘટી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, છતાં પણ વહેલી કેરીની આવકે બજારમાં ઉત્સાહ જગાવ્યો છે.