Gujarat

10 વર્ષમાં ગુજરાતમાંથી 846 કંપનીઓ અન્ય રાજ્યોમાં જતી રહી! દિલ્હી-મુંબઈ મોખરે

By GS TEAM
16 Dec 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ઉદ્યોગ-વ્યવસાયને લાલ જાજમના દાવા વચ્ચે છેલ્લા 10 વર્ષમાં 840 કંપનીઓની રજિસ્ટર્ડ ઓફિસનું અન્ય રાજ્યમાં સ્થળાંતર થયાની ચોંકાવનારી વિગત સામે આવી છે. જેમાંથી અડધોઅડધ એટલે કે 420 કંપનીઓની રજિસ્ટર્ડ ઓફિસનું ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં સ્થળાંતર થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

10 વર્ષમાં ગુજરાતમાંથી 846 કંપનીઓ અન્ય રાજ્યોમાં જતી રહી! દિલ્હી-મુંબઈ મોખરે

AI Image


Gujarat News: ગુજરાતમાં ઉદ્યોગ-વ્યવસાયને લાલ જાજમના દાવા વચ્ચે છેલ્લા 10 વર્ષમાં 840 કંપનીઓની રજિસ્ટર્ડ ઓફિસનું અન્ય રાજ્યમાં સ્થળાંતર થયાની ચોંકાવનારી વિગત સામે આવી છે. જેમાંથી અડધોઅડધ એટલે કે 420 કંપનીઓની રજિસ્ટર્ડ ઓફિસનું ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં સ્થળાંતર થયું છે.

આ પણ વાંચોઃ સ્થાનિક ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપે ફરી બોર્ડ-નિગમનું ગાજર લટકાવ્યું! દાવેદારોનો ધમધમાટ

કંપનીઓનું ગુજરાતમાં સ્થળાંતર

મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં વર્ષ 2017-18માં સૌથી વધુ 92 કંપનીઓનું ગુજરાતમાંથી સ્થળાંતર થયું હતું. જેમાં મહારાષ્ટ્રમાંથી 51, દિલ્હીમાં 9, રાજસ્થાનમાં 6, પશ્ચિમ બંગાળમાં પાંચ કંપનીઓનો સમાવેશ થાય છે. આ સિવાય 2023-24માં 88, 2018-19માં 87, 2022-23માં 78, 2015-16માં 76, 2019-20માં 67, 2020-21માં 65, 2025-26માં 54 કંપનીઓનું ગુજરાતમાંથી સ્થળાંતર થયેલું છે. જૂન 2014થી 1 નવેમ્બર 2025 દરમિયાન કયા રાજ્યમાંથી કેટલી કંપનીઓનું અન્ય રાજ્યમાં સ્થળાંતર થયું તે અંગે લોકસભાના શિયાળુ સત્રમાં આ માહિતી સામે આવી છે.

આ પણ વાંચોઃ થલતેજ વોર્ડની સ્નેહાંજલિ સોસાયટી વિવાદ, ભાજપના કોર્પોરેટર સમીર પટેલને સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી ભગાડયા

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મધ્ય પ્રદેશમાંથી 42, મહારાષ્ટ્રમાંથી 680, ઉત્તર પ્રદેશમાંથી 38 કંપનીનું ગુજરાતમાં સ્થળાંતર થયેલું છે.

મહારાષ્ટ્રમાં શું છે સ્થિતિ?

મહારાષ્ટ્રમાંથી 2014-15માં 26, 2015-16માં 55, 2016-17માં 55, 2017-18માં 53, 2018-19માં 53, 2019-20માં 99, 2020-21માં 49, 2021-22માં 57, 2022-23માં 45, 2023-24માં 66, 2024-25માં 52 અને 2025-26માં 39 કંપનીઓનું ગુજરાતમાં સ્થળાંતર થયેલું છે.

રાજ્યકંપનીઓની સંખ્યા
મહારાષ્ટ્ર (Maharashtra)420
દિલ્હી (Delhi)104
રાજસ્થાન (Rajasthan)42
પ.બંગાળ (West Bengal)40
કર્ણાટક (Karnataka)36
તેલંગાણા (Telangana)33
મધ્ય પ્રદેશ (Madhya Pradesh)33
તમિલનાડુ (Tamil Nadu)32
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)16
દાદરા નગર (Dadra Nagar)8
દીવ-દમણ (Diu-Daman)8
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)5
કેરળ (Kerala)4
ગોવા (Goa)4
ઉત્તરાખંડ (Uttarakhand)4
આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)3
બિહાર (Bihar)3
ઓડિશા (Odisha)3
ઝારખંડ (Jharkhand)3
પંજાબ (Punjab)2
કુલ (Total)846