Gujarat

લગ્ન નોંધણીમાંથી 50 લાખ કમાયાની કબૂલાત કરનાર કણજીપાણીના તલાટી સસ્પેન્ડ, DDOએ તપાસના આદેશ આપ્યા

By GS TEAM
5 Dec 20252 mins read
TukuTouch Logo
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગ્રામ પંચાયતના તલાટી અર્જુન મેઘવાલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં લગ્ન નોંધણી કરીને લાખો રૂપિયા કમાયા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લગ્ન નોંધણીમાંથી 50 લાખ કમાયાની કબૂલાત કરનાર કણજીપાણીના તલાટી સસ્પેન્ડ, DDOએ તપાસના આદેશ આપ્યા

Kanjipani Talati Suspended : પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગ્રામ પંચાયતના તલાટી અર્જુન મેઘવાલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં લગ્ન નોંધણી કરીને લાખો રૂપિયા કમાયા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

શું હતો સમગ્ર વિવાદ? 

પ્રાપ્ત વિગતો મુજબ, કણજીપાણી ગ્રામ પંચાયતના તલાટી અર્જુન મેઘવાલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેઓ પોતે કબૂલાત કરતા જોવા મળ્યા હતા કે તેમણે એક જ વર્ષમાં અંદાજે 2000 જેટલા લગ્નની નોંધણી કરી છે. વીડિયોમાં તેઓ એવું પણ કહેતા સંભળાયા હતા કે, એક લગ્ન નોંધણી દીઠ તેઓ 2500 રૂપિયા લેતા હતા અને આ રીતે તેમણે કુલ 50 લાખ રૂપિયા કમાઈને રાજસ્થાનમાં જમીન પણ ખરીદી છે.

આ પણ વાંચો: પંચમહાલમાં બોગસ મેરેજ રજિસ્ટ્રેશનનું કૌભાંડ! એક વર્ષમાં તલાટીએ 2000 લગ્નની નોંધણી કરી લાખોની કમાણી કર્યાનો આરોપ

એસપીજી અધ્યક્ષ લાલજી પટેલનો આક્ષેપ 

આ મામલે પટેલ સમાજના એસપીજી ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે મીડિયા સમક્ષ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીં આવે છે અને કણજીપાણીના તલાટી ખોટી રીતે લગ્ન નોંધણી કરી રહ્યા છે. આ બાબત સામે આવતા જ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

મીડિયા અહેવાલો અને વાયરલ વીડિયોને ગંભીરતાથી લઈ પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક અસરથી તલાટી અર્જુન મેઘવાલને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત, સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટેના આદેશ પણ આપવામાં આવ્યા છે.