Get The App

કોરોનાના 461 એક્ટિવ કેસ સાથે ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને : એક સપ્તાહમાં ચાર ગણો વધારો

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
કોરોનાના 461 એક્ટિવ કેસ સાથે ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને : એક સપ્તાહમાં ચાર ગણો વધારો 1 - image


Corona Update : ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 400ને પાર થઇ ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 64ના વધારા સાથે હાલ 461 એક્ટિવ કેસ છે. રાહતની વાત એ છે કે, આ 461માંથી માત્ર 20 દર્દીઓને હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે. આ સિવાય 441 દર્દીઓ ઘરે જ સારવાર હેઠળ છે. એક સપ્તાહ અગાઉ અમદાવાદમાં 100 જેટલા એક્ટિવ કેસ હતા. આમ, સપ્તાહમાં ચાર ગણોથી વધુનો વધારો થયો છે. 

કોરોનાના માત્ર 20 દર્દીઓ જ હોસ્પિટલમાં સારવાર હેઠળ ગુજરાતમાંથી સૌથી વધુ 241 એક્ટિવ કેસ માત્ર અમદાવાદમાં

ગુજરાતમાં મંગળવારે સવારે 8 વાગ્યાની સ્થિતિએ 59 નવા કેસ નોંધાયા હતા. આ ઉપરાંત 36 દર્દીઓ સાજા થયા છે. આમ, 1 જાન્યુઆરી 2025થી અત્યારસુધી કોરોનાના કુલ 156 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. હાલ ગુજરાતમાં461  દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. સૌથી વધુ એક્ટિવ કેસને મામલે કેરળ 1416  સાથે મોખરે, મહારાષ્ટ્ર 494 સાથે બીજા, ગુજરાત ત્રીજા, દિલ્હી 393 સાથે ચોથા અને પશ્ચિમ બંગાળ 372 સાથે પાંચમાં સ્થાને છે. આ સ્થિતિએ દેશના 10 ટકા એક્ટિવ કેસ માત્ર ગુજરાતથી છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં હવે આગામી 14-15 જૂન પછી વરસાદની પધરામણીની આગાહી, કેરળથી નિકળેલુ ચોમાસુ મુંબઇ આવીને અટક્યું

અમદાવાદમાં એક સપ્તાહ 76 એક્ટિવ કેસ હતા. આમ, એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં 3 ગણોથી વધુનો વધારો થયો છે. હાલમાં જે 241 દર્દીઓ છે તેમાંથી મોટાભાગના ઘરે જ સારવાર લઇ રહ્યા છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં મંગળવારે 37 વર્ષીય મહિલાને દાખલ કરવામાં આવી હતી. આ સાથે જ હાલ સિવિલમાં કુલ ચાર દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં બે પુરુષ, એક મહિલા અને એક 8 માસની બાળકીનો સમાવેશ થાય છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોરોનાના મોટાભાગના દર્દીઓ ઘરે જ સાજા થઇ રહ્યા છે. કો મોર્બિડ હોય તેવા દર્દીઓને ખૂબ જ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. 

Tags :