Gujarat

જૂનાગઢ-કેશોદમાં બે સગીરાઓ પર દુષ્કર્મની ઘટના, પ્રેમજાળમાં ફસાવનારા આરોપીઓ સામે કાર્યવાહી

By GS TEAM
14 Feb 20262 mins read
TukuTouch Logo
જૂનાગઢ અને કેશોદ પંથકમાં બે સગીરાઓ સાથે દુષ્કર્મ આચરાયું હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. બંને કિસ્સામાં પોલીસે પોક્સો (POCSO) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂનાગઢ-કેશોદમાં બે સગીરાઓ પર દુષ્કર્મની ઘટના, પ્રેમજાળમાં ફસાવનારા આરોપીઓ સામે કાર્યવાહી

Junagadh Crime News: જૂનાગઢ અને કેશોદ પંથકમાં બે સગીરાઓ સાથે દુષ્કર્મ આચરાયું હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. બંને કિસ્સામાં પોલીસે પોક્સો (POCSO) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સગીરાને બ્લેકમેલિંગ કરીને વારંવાર દુષ્કર્મ આચર્યું

જૂનાગઢમાં રહેતી સગીરા સાથે અરમાન જહાંગીર થઈન નામના શખસે મિત્રતા કેળવી હતી, બાદમાં સગીરાને લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરી ફોટા પાડી લીધા હતા. આ અંગે જાણ થતાં પરિવારજનો હતપ્રભ બની ગયા હતા. આ અંગે ફરિયાદ થતા બી ડિવિઝન પોલીસે પોકસો સહિતની કલમ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો કર્યો પ્રયાસ

સાથે કામ કરતા યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી

કેશોદ પંથકમાં પણ એક સગીરા નરાધમનો શિકાર બની છે. અહીં વિશ્વાસઘાતની ઘટના સામે આવી છે. સગીરા સાથે કામ કરતા બાલાગામના મહેશ કનૈયાલાલ રામાનંદીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ફરિયાદ થતા પોલીસે પોકસો સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની અપીલ 

બંને કિસ્સામાં પોલીસે 'પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ' (પોક્સો) હેઠળ કડક કાર્યવાહી શરૂ કરી છે. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી અજાણ્યા વ્યક્તિઓ સાથે મિત્રતા કેળવતા પહેલા સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા વાલીઓને અપીલ કરવામાં આવી છે.