Gujarat

TAT અને HMATના પ્રમાણપત્રની મુદ્દત અંગે મહત્વની જાહેરાત

By GS Team
4 Mar 20221 min read
This article was originally published on 4 Mar 2022
TAT અને HMATના પ્રમાણપત્રની મુદ્દત અંગે મહત્વની જાહેરાત

- રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે શિક્ષક અને આચાર્ય બનવા ઈચ્છુક ઉમેદવારોને રાહત મળી શકે છે

અમદાવાદ, તા. 04 માર્ચ, 2022, શુક્રવાર

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ TAT અને HMATના પ્રમાણપત્રની મુદ્દતમાં વધારા અંગે મહત્વની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે નવા નિયમો અમલમાં ન આવે ત્યાં સુધી પ્રમાણપત્ર માન્ય રહેશે તેમ જણાવ્યું હતું. 

જીતુ વાઘાણીએ ટ્વિટમાં લખ્યું હતું કે, 'શિક્ષક અભિરૂચિ કસોટી (TAT) અને આચાર્ય અભિરૂચિ કસોટી (HMAT)ના પ્રમાણપત્રની મુદ્દત જે 5 વર્ષ હતી, તેને નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશનના પરિપત્રથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં સૂચવ્યા મુજબ TAT અને HMATના નવા નિયમો અમલમાં આવે ત્યાં સુધી માન્ય રાખવા મંજૂરી આપવામાં આવે છે.' 

રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે શિક્ષક અને આચાર્ય બનવા ઈચ્છુક ઉમેદવારોને રાહત મળી શકે છે.