GPCBના અધિકારી ભાયા સૂત્રેજા પાસેથી અધધ દાગીના અને રોકડ મળી આવી
- 10 જુલાઈએ ગાંધીનગરથી ધરપકડ કરવામાં આવી હતી
ગાંધીનગર તા. 17 જુલાઈ 2020 શુક્રવાર
ACBના DYSP આશુતોષ પરમારે પત્રકાર પરિષદ યોજીને એક મોટા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો. GPCB ના અધિકારી ભાયા સૂત્રેજા ગાંધીનગરથી ઝડપાયા હતાં. તેમની 10 જુલાઈએ ગાંધીનગરથી ધરપકડ કરવામાં આવી હતી.
આથી જે તે સમયે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન SBI ખાતામાં 2 લોકરની જાણકારી મળી હતી. તેમજ બંને લોકરમાંથી 1 કિલોથી વધુ સોનુ મળ્યું છે. આ સોનુ અને રોકડ થઈને 1 કરોડ 27 લાખથી વધુની રકમ મળી આવી છે.
ACBને માહિતી મળી હતી કે ભાયાભાઈ ભ્રષ્ટાચાર આચરી મેળવેલી રકમ લઈ દર શનિ-રવિએ ગાંધીનગર તેઓના ઘરે જાય છે અને તે જ બાતમીના આધારે તેઓને 10 જુલાઈએ પકડ્યા હતા ત્યારબાદ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરી ACBએ વધુ તપાસ હથા ધરી હતી. જેમાંથી તપાસમાં ગાંધીનગરમાં SBIમાં બે લોકર હોવાનું જાણવા મળતા 1 કિલો 919 ગ્રામ સોનાના દાગીના અને રોકડ મળીને કુલ 1.25 કરોડની વસ્તુ મળી આવી છે. વધુ તપાસ ચાલુ છે.