PHOTOS: જન્માષ્ટમીએ સાળંગપુરમાં કષ્ટભંજન દાદાનો ગોકુળની થીમ આધારિત શણગાર, કરો દર્શન
Salangpur Kashtbhanjan Dada: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. કૃષ્ણ જન્મોત્સવના પર્વે સાળંગપુરમાં વિરાજિત હનુમાનજીના સિંહાસને અને મંદિરનો ગોકુળની થીમનો શણગાર કરાયો છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં વરસાદી માહોલ, 19 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં ધોધમાર
ગોકુળ થીમનો શણગાર
શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે શનિવારે (16 ઓગસ્ટ, 2025) સાળંગપુરમાં વિરાજિત હનુમાનજીના સિંહાસન અને મંદિરને ગોકુળની થીમનો શણગાર કરાયો છે. દાદા સમક્ષ ભગવાન શ્રીકૃષ્ણ વાંસળી વગાડતા હોય એવી પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે. તેમજ મોર, ગાય, હરણ, સસલુ અને ખિસકોલી ઝાડ પર બેઠી હોય એવો શણગાર કર્યો છે. ઓર્ચિડના ફૂલમાંથી મોરના પિંછા બનાવ્યા છે.
વિવિધ મીઠાઈનો અન્નકૂટ ધરાવાયો
સાળંગપુર ધામમાં સવારે 5:30 વાગ્યે મંગળા આરતી તથા 7:00 વાગ્યે શણગાર આરતી અને બપોરે 11:15 કલાકે અનેકવિધ ડ્રાયફ્રૂટ મીઠાઈ અન્નકૂટ ધરાવ્યો હતો. દાદાને આજે ડ્રાયફ્રૂટ મીઠાઈનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. જેમાં વિવિધ પ્રકારની મીઠાઈ ધરાવવામાં આવી છે. આ અન્નકૂટમાં કાજુકતરી, કોપરા પાક, ખજૂર પાક, સોન પાપડી, ઘેવર, ચોકલેટી પેંડા, સુતરફેણી સહિતની મીઠાઈ છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં કરુણ ઘટના, મહિલાએ બે વર્ષની બાળકી સાથે રિવરફ્રન્ટમાં ઝંપલાવ્યું, બંનેના મોત
સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિતે મંદિર તથા પટાંગણ મટકી- ફુગ્ગાઓથી શુશોભન મટકી ફોડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રાત્રે 9:00 થી 12:00 કલાક દરમિયાન રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 12:00 વાગ્યે શ્રી કૃષ્ણ જન્મોત્સવની આરતી કરવામાં આવશે.