Get The App

અમદાવાદમાં કરુણ ઘટના, મહિલાએ બે વર્ષની બાળકી સાથે રિવરફ્રન્ટમાં ઝંપલાવ્યું, બંનેના મોત

Updated: Aug 16th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં કરુણ ઘટના, મહિલાએ બે વર્ષની બાળકી સાથે રિવરફ્રન્ટમાં ઝંપલાવ્યું, બંનેના મોત 1 - image

File Photo



Ahmedabad Riverfront news: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ગઈકાલે એક દુઃખદ ઘટના બની. એક મહિલા તેની બે વર્ષની દીકરીને લઈને નદીમાં કૂદી પડી હતી. આ દરમિયાન કરુણ દૃશ્યો સર્જાયા હતા કેમ કે માતા તો મરી ગઈ હતી પરંતુ તેના મૃતદેહ પર જીવવા માટે વલખાં મારતી દીકરી કેમેરામાં કેદ થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં AMCની ડિમોલિશન ટીમ પર પથ્થરમારા વખતે મહિલાનું આત્મવિલોપન, સારવાર દરમિયાન મોત

શું હતી ઘટના? 

માહિતી અનુસાર આ ઘટના 15 ઓગસ્ટ એટલે કે ગઈકાલે સાંજે બની હતી. દીકરીને બચાવી લેવામાં આવી હતી પરંતુ ફેફસાંમાં પાણી ભરાઈ જવાને કારણે તે મોડી રાત્રે  હોસ્પિટલમાં મૃત્યુ પામી ગઈ હતી. આ ઘટના ઉસ્માનપુરા વિસ્તારના રિવરફ્રન્ટ વિસ્તારમાં સાંજે 6 વાગ્યાની આસપાસ બની હતી. 

આ પણ વાંચોઃ 'નંદ ઘેર આનંદ ભયો...' : આજે જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ઉજવાશે

માતાનું મોત 

ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું છે કે મૃતક મહિલા તેની બે વર્ષની બાળકીને લઈને રિવરફ્રન્ટ આવી હતી. લોકોને એવો ખ્યાલ નહોતો કે તે નદીમાં કૂદી પડશે. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે હાજર લોકો, પોલીસ અને રિવરફ્રન્ટ રેસ્ક્યૂ ટીમ ધસી આવી હતી અને રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ફક્ત બાળકી જ જીવિત બચી શકી અને માતાનું મોત નિપજ્યું હતું.

Tags :