Jamnagar Police : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બેરાજા ગામમાં રહેતા હરેશ હકાભાઇ મકવાણા કે જેને 2024ની સાલના એક કેસમાં જામનગરની અદાલતમાં સજા ફટકારવામાં આવી હતી, અને ત્યારથી આરોપી નાસ્તો ફરતો રહ્યો હતો.
જે આરોપીને પકડવા માટે પોલીસના ઉચ્ચ વિભાગના અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી, જેના અનુસંધાને કાલાવડ ગ્રામ્યના પી.આઈ. અને તેઓની ટીમે ગઈકાલે વોચ ગોઠવી બેરાજા ગામમાં આવેલા હરેશ હકાભાઈ મકવાણાને ઝડપી લીધો છે, અને તેને અદાલત સમક્ષ રજૂ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


