જામનગરના રાજવી જામ સાહેબના બહેન મુકુંદ કુમારીનું યુ.કે.માં દુઃખદ નિધન
Jamsaheb Sister Mukund Kumari Passed Away: જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીની બહેન મુકુંદ કુમારીનું દુઃખદ અવસાન નિપજ્યું છે. જામસાહેબે બહેનના મૃત્યુ પર શ્રદ્ધાંજલિપાઠવી શોક વ્યક્ત કર્યો છે, આ સાથે જ ઈશ્વર તેમની આત્મના શાશ્વત શાંતિ આપે તેવી પ્રાર્થના કરી છે.
જામસાહેબે બહેનને શ્રદ્ધાંજલિપાઠવતા કહ્યું કે, 'હું ખૂબ વ્યથા અને ભાંગેલા હ્રદય સાથે શુભચિંતકોને જણાવું છું કે, મારા વચેટ બહેન મુકુંદ કુમારીનું વિલાયત (યુ.કે)માં દુઃખદ અવસાન થયું છે અને તેઓ સ્વર્ગવાસ થયા છે. તેઓ ઘણી વિશેષતા ધરાવતા પ્રભાવશાળી અને અત્યંત બહાદુર વ્યક્તિત્વ હતા, જેના માટે હું ખૂબ જ ગૌરવ અનુભવતો હતો. આપણા કુળદેવી માતાજી તેમના આત્માને શાશ્વત શાંતિ આપે તેવી પ્રાર્થના કરૂ છું.'