જામનગર જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વોકાથોન યોજાઈ

Jamnagar : જામનગર શહેરમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા આગામી પાંચ જૂન અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વિશ્વભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવા માટે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરના અજીતસિંહજી ક્રિકેટ મેદાન માટે આજે સવારે 8.00 વાગ્યે વોકાથોનનો પ્રારંભ થયો હતો, જેમાં જામનગરની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ, એનસીસીના જવાનો, ઉપરાંત હોમગાર્ડ અને જામનગર પોલીસ વિભાગના જવાનો પણ આ વોકાથોનમાં જોડાયા હતા, અને પ્લાસ્ટિક મુક્તિનો સંદેશો આપ્યો હતો.

