Gujarat

જામનગર શહેર યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ. આઈ. દ્વારા બહેનો માટે નિશુલ્ક સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ કેમ્પ યોજાયો

By GS Team
5 Mar 20221 min read
This article was originally published on 5 Mar 2022
જામનગર શહેર યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ. આઈ. દ્વારા બહેનો માટે નિશુલ્ક સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ કેમ્પ યોજાયો

જામનગર તા. 05 માર્ચ, 2022

જામનગર શહેર  યુવા કોંગ્રેસ તેમજ એનએસયુઆઇ દ્વારા મહિલાઓ પર થતા હુમલાના બનાવને લઇને શહેરની મહિલાઓ આત્મા સુરક્ષિત બને તેના ભાગરૂપે નિઃશુલ્ક સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગર શહેરની જુદી-જુદી શાળા- કોલેજોની વિદ્યાર્થીનીઓ સહિતના 150થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો, તેઓને સેલ્ફ ડિફેન્સની પ્રાથમિક ટ્રેનિંગ આપવામાં આવી હતી.

દેશના અન્ય રાજ્યો સહિત હાલ ગુજરાતમાં પણ મહિલા-બેહનો પરના હુમલાના બનાવો દિવસે-દિવસે વધી રહ્યા છે. તાજેતરનો સુરતનો દાખલો નજર સમક્ષ જ છે. આજના આ યુગમાં બહેનોને થોડું સેલ્ફ ડિફેન્સ આવડે ,સેલ્ફ ડિફેન્સની બેઝિક ટેકનિક આવડે તે ખૂબ જ જરૂરી થઈ ગયું છે.


જેના અનુસંધાને આજે યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ. જામનગરના માધ્યમથી સેલ્ફ ડિફેન્સની બેઝિક ટેકનિક માટેના એક કેમ્પનું આયોજન જામનગરની એ.કે દોશી મહિલા કોલેજના સેન્ટ્રલ હોલમાં કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ઓનલાઇન રજિસ્ટ્રેશનના માધ્યમથી અંદાજે 150થી વધુ બહેનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને ટ્રેનિંગ મેળવેલ હતી.જેમાં સેલ્ફ ડિફેન્સ કેમ્પની ટ્રેનિંગ શિતોર્યું શિંબુ કાન કરાટે ક્લાસના પ્રતિનિધિ સરફરાઝભાઈ નોઈડા,પ્રેરણા નાખવા, પૃથ્વીરાજસિંહ ચોહાણ દ્વારા આપવામાં આવેલી હતી.

આ કાર્યક્રમનું આયોજન યુવક કોંગ્રેસ જામનગરના પ્રમુખ ડો. તોસિફખાન પઠાણ, યુવક કોંગ્રેસ 78 વિધાનસભાના પ્રમુખ શક્તિસિંહ જેઠવા, એન.એસ.યુ.આઈજામનગરના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.