Get The App

વિદેશ જતાં દરેકે ઇન્કમટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવા ફરજિયાત નથી

Updated: Aug 21st, 2024

GS TEAM

Google News
Google News
વિદેશ જતાં દરેકે ઇન્કમટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવા ફરજિયાત નથી 1 - image


સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે સ્પષ્ટતા કરી

ગંભીર નાણાંકીય ગેરરીતિ આચરનાર વ્યક્તિએ દેશ છોડતા પહેલા ઇન્કમટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું પડશે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ: વિદેશ જતાં દરેક ભારતીયે ઇન્કમટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવાની જરૂર જ ન હોવાની સ્પષ્ટતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે મંગળવારે એક પરિપત્ર બહાર પાડીને કરી છે. સરકારના નવા કાયદા હેઠળ પહેલી ઓક્ટોબરથી આ રીતે વિદેશ મોકલાતા પૈસા માટે ઇન્કમટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું પડસે તેવી વાતો વહેતી થઈ હતી. 

દેશ છોડીને જતાં પહેલા ઇન્કમટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. કરચોરી કરીને ફરાર ન થઈ જાય તે માટે આ જોગવાઈ લાગુ કરવામાં આવી હોવાનું માનવામાં આવતું હતું. બિઝનેસ ટુર પર જતાં હોય કે પછી ફરવા માટે જતાં હોય અથવા તો પણ શૈક્ષણિક હેતુ માટે જતાં હોય તે તમામના કિસ્સાઓમાં આ જોગવાઈ લાગુ પડશે. દરેક નાગરિકે દેશમાંથી બહાર જતાં પૂર્વે ઇન્કમટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવાની ફરજ પડશે નહિ. બ્લેક મની એક્ટ હેઠળ પણ તે કરદાતા સામે ટેક્સની જવાબદારી ઊભી થતી હસે તો તે પણ આપવામાં આવશે. 

ભારત સરકારના નાણાં ખાતાના મહેસૂલ વિભાગે ૨૦મી ઓગસ્ટ ૨૦૨૪ના એક પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે આવકવેરા ધારાની કલમ ૨૩૦(૧એ)મા ંકરવામાં આવેલી જોગવાઈ મુજબ ચોક્કસ સંજોગોમાં જ ભારતીય નાગરિકે દેશની બહાર જતાં પહેલા ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવું ફરજિયાત છે. ફાઈનાન્સ એક્ટ ૨૦૦૩ના માધ્યમથી પહેલી જૂન ૨૦૦૩થી પ્રસ્તુત જોગવાઈ લાગુ કરવામાં આવી હતી. ૨૦૨૪માં બજેટ રજૂ કરતી વેળાએ ફાઈનાન્સ એક્ટ ૨૦૨૪માં તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. 

સીબીડીટીએ આ અંગે સ્પષ્ટતા કરતા  આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગંભીર પ્રકારની નાણાંકીય આચરનાર વ્યક્તિએ દેશ છોડતા પહેલા ઇન્કમ ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું જ પડશે. હા, દેશમાંથી બહાર જનાર કે દેશ છોડીને જનારી આ વ્યક્તિ સામે આવકવેરા ધારા અને સંપત્તિવેરા ધારા હેઠળ કેસની તપાસ ચાલતી હોવાથી તેમની હાજરી દેશમાં હોવી જરૂરી જણાય તો તેવા સંજોગોમાં પણ તેમણે ઇન્કમટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કરદાતા સામે ભવિષ્યમાં ટેક્સ ડીમાન્ડ નીકળવાની સંભાવના હોવાનું જણાય તો તેવા સંજોગોમાં પણ તેમણે ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું ફરજિયાત કરવામાં આવ્યું છે. 

બીજું કોઈપણ કોર્ટે કે પછી અન્ય કોઈ સત્તાવાળાઓએ આવકવેરાની ડીમાન્ડ પર સ્ટે ન મૂક્યો હોય અને તે કરદાતા પાસેથી બાકી વેરાના રૂા.૧૦ લાખથી વધુ વસૂલવાના બાકી હોય તેવા કિસ્સાઓમાં તેમણે ઇન્કમટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું પડશે. 

કરદાતાએ ઇન્કમટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ શા માટે લેવું પડશે તેના કારણોની નોંધણી કરી દેવાાં આવે તે પછી જ તે કરદાતાને તે પ્રમાણપત્ર લઈ આવવા જણાવવામાં આવસે. આવકવેરા ખાતાના પ્રિન્સિપાલ ચીફ કમિશનર  પાસેથી મંજૂરી મેળવ્યા પછી જ જે તે કરદાતાને ઇન્કમટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવાની ફરજ પાડવામાં આવશે. 

- અફવા બજાર ગરમ ઃ દરેક કરદાતાએ પ્રમાણ પત્ર આપવું પડશે

બજેટ ૨૦૨૪ રજૂ કરતી વેળાએ કાયદામાં કરવામાં આવાલા સુધારા પછી એવી વાતો ફેલાઈ છે કે દેશમાંથી બહાર જતાં પહેલા દરેક નાગરિકે ઇન્કમટેક્સ ક્લિયરન્સસર્ટિફિકેટ રજૂ કરવું પડશે. 

આ વાત સદંતર ખોટી છે. જે કરદાતા ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપ્યા વિના જ વિદેશ ભાગી ગયા હશે તો તેમને દંડ કરવામાં આવશે. તેમ જ ભવિષ્યમાં પ્રવાસ કરતાં અટકાવવાાં આવશે તેવી વાતો ફેલાઈ હતી. તેમને વિમાનમાં બેસવા જ દેવામાં આવશે નહિ. 

Tags :