Get The App

IPLની ફાઇનલ મેચમાં વરસાદ બનશે વિઘ્ન? ગુજરાતના અનેક જિલ્લામાં 8 જૂન સુધી છૂટાછવાયા વરસાદની આગાહી

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
IPLની ફાઇનલ મેચમાં વરસાદ બનશે વિઘ્ન? ગુજરાતના અનેક જિલ્લામાં 8 જૂન સુધી છૂટાછવાયા વરસાદની આગાહી 1 - image


IPL Final Match And Rain : ગુજરાતના અમદાવાદમાં ગઈકાલે રવિવારે (1 જૂન) રમાયેલી IPL 2025ની ક્વોલિફાયર-2 મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સને વરસાદ અડચણરૂપ થયો હતો. જેમાં વરસાદને કારણે મેચ નિર્ધારિત સમયે શરુ થઈ શકી ન હતી. જ્યારે હવામાન વિભાગે આગામી 8 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે. તેવામાં આવતીકાલે મંગળવારે (3 જૂન) અમદાવાદમાં IPL 2025ની ફાઈનલ મેચ રમાવાની છે, ત્યારે મેચમાં વરસાદનું વિઘ્ન નડે તેવી સંભાવના છે. ચાલો જાણીએ આગામી દિવસોમાં કયાં-કેવો રહેશે વરસાદી માહોલ.

8 જૂન સુધી વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આવતીકાલે 3 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અરમેલી, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 

4 જૂનની આગાહી

રાજ્યમાં 4 જૂનના રોજ વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળો અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અરમેલી, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં IPL ફાઇનલની ટિકિટોની બેફામ કાળાબજારી, ફેસબુક-સોશિયલ મીડિયા પર વેપલો

5-6 જૂનની આગાહી

આગામી 8 જૂન સુધી રાજ્યમાં 26થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી છે, ત્યારે 5 જૂને મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અરમેલી, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

7-8 જૂનની આગાહી

7-8 જૂનના રોજ રાજ્યના અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચો: IPL 2025: મુંબઇને હરાવીને ફાઇનલમાં પહોંચી પંજાબ કિંગ્સ, શ્રેયસ અય્યરની તોફાની બેટિંગે અપાવી જીત

પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું

રવિવારે (1 જૂન, 2025) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના ક્વોલિફાયર-2 મુકાબલામાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું હતું. પંજાબ કિંગ્સે 11 વર્ષ પછી IPLની ફાઇનલમાં જગ્યા બનાવી છે. તમને જણાવી દઈએ કે, રવિવારની મેચમાં પંજાબે ટોસ જીતીને મુંબઈને પહેલા બેટિંગ આપી હતી. જેમાં મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબે 19 ઓવરમાં 204 રન કર્યા હતા. વરસાદને કારણે આ મેચ નિર્ધારિત સમયથી મોડી શરુ થઈ હતી અને મેચ શરુ થાય તે પહેલા વરસાદ અડચણરૂપ બન્યો હતો. જ્યારે હવે 3 જૂને પંજાબ અને બેંગ્લોર વચ્ચે ફાઇનલ રમાવાની છે, ત્યારે હવામાનની આગાહી વચ્ચે વરસાદનું વિઘ્ન નડે તેવી શક્યતા છે. 

Tags :