Get The App

IPL 2025: મુંબઇને હરાવીને ફાઇનલમાં પહોંચી પંજાબ કિંગ્સ, શ્રેયસ અય્યરની તોફાની બેટિંગે અપાવી જીત

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
IPL 2025: મુંબઇને હરાવીને ફાઇનલમાં પહોંચી પંજાબ કિંગ્સ, શ્રેયસ અય્યરની તોફાની બેટિંગે અપાવી જીત 1 - image


Punjab Kings vs Mumbai Indians Qualifier-2 Match: રવિવારે (1 જૂન, 2025) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના ક્વોલિફાયર-2 મુકાબલામાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું હતું. પંજાબ કિંગ્સે 11 વર્ષ પછી IPL ની ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે 3 જૂને પંજાબ અને બેંગ્લોર વચ્ચે ફાઇનલ રમાશે.

રવિવારની મેચમાં પંજાબે ટોસી જીતીને મુંબઈને પહેલા બેટિંગ આપી હતી. જેમાં મુંબઇએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબે 19 ઓવરમાં 204 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. કેપ્ટન શ્રેયસે છગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. તેણે 41 બોલમાં 87 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે.

MI vs PBKS ક્વોલિફાયર-2 મેચની અપડેટ્સ

મુંબઇની ઇનિંગ

છેલ્લી ઓવરમાં નમન ધીર કેચ આઉટ થયો. તેણે 18 બોલમાં 37 રન બનાવ્યા. આ સાથે જ મુંબઇએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા.

કેપ્ટન હાર્દિક પંડ્યા આઉટ

18મી ઓવરના છેલ્લા બોલ પર હાર્દિક પંડ્યા કેચ આઉટ થયો. કેપ્ટન હાર્દિક 13 બોલમાં 15 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. હાર્દિકની વિકેટ બાદ મુંબઇનો સ્કોર પાંચ વિકેટના નુકસાન પર 180 રને પહોંચ્યો. 

સુર્યકુમાર બાદ તિલક વર્માની વિકેટ પડી

14મી ઓવરના છેલ્લા બોલ પર સુર્યકુમાર યાદવ કેચ આઉટ થયો. તેની બાદ 15 ઓવરના પહેલા જ બોલ પર તિલક વર્મા 29 બોલમાં 44 રન બનાવીને આઉટ થયો. હવે નમન ધીર અને હાર્દિક પંડ્યા બંને પિચ પર બાજી સંભાળવા પહોંચ્યા છે.

સુર્યકુમાર યાદવ થયો આઉટ

ભારે દબાણ બાદ સુર્યકુમાર યાદવની વિકેટ લઇને પંજાબ કિંગ્સે મેચમાં વાપસી કરી છે. સુર્યકુમાર યાદવે 26 બોલમાં 44 રન બનાવીને મહત્ત્વની ભૂમિકા ભજવી. હવે 14 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર મુંબઇનો સ્કોર 142 રન પર પહોંચ્યો છે. 

સુર્યકુમાર-તિલક વર્માની જોડી જામી

જોની બેરસ્ટોની વિકેટ બાદ સુર્યકુમાર યાદવ બેટિંગ કરવા આવ્યો. જે પછી સુર્યકુમાર યાદવ અને તિલક વર્માની જોડીએ મોરચો સંભાળીને મુંબઇ ઇન્ડિયન્સનો સ્કોર 12 ઓવરમાં 123 પર પહોંચાડ્યો. 

જોની બેરસ્ટોની વિકેટ પડી

રોહિત શર્મા બાદ જોની બેરસ્ટોની વિકેટ સાથે મુંબઇ ઇન્ડિયન્સની ટીમને બીજો ઝટકો મળ્યો છે. બેરસ્ટો 24 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો. હવે સુર્યકુમાર યાદવ બેટિંગ કરવા આવશે. બીજી બાજુ, તિલક વર્મા 18 રન બનાવીને પિચ પર ટકેલો છે.

મુંબઇને મોટો ઝટકો

વરસાદ અટક્યા બાદ મેચ ફરી શરૂ થઇ. જો કે, પહેલાં બેટિંગ કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની શરૂઆત સારી રહી નહોતી. મુંબઇનો ઓપનર રોહિત શર્મા 7 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો. રોહિત શર્મા બાદ તિલક વર્મા અને બેરસ્ટોએ મુંબઇની ઇનિંગ્સ સંભાળી છે.

વરસાદ અટક્યો, 9:45 વાગ્યે શરૂ થશે મેચ 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદ અટકતાં ક્વોલિફાયર-2 મેચ 9:45 વાગ્યે શરૂ થશે. ઓવર્સમાં કોઇ ઘટાડો કરાશે નહીં. બંને ટીમોને રમવા માટે 20-20 ઓવર મળશે. 

વરસાદના કારણે મેચ મોડી શરૂ થશે

અમદાવાદમાં મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચમાં મેઘરાજા વિઘ્ન બન્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પવન સાથે વરસાદનું આગમન થતા મેચ મોડી શરૂ થશે.

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, જોની બેરસ્ટો (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, રાજ બાવા, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, રીસ ટોપલી.

પંજાબ કિંગ્સ: પ્રિયાંશ આર્ય, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહાલ વઢેરા, માર્કસ સ્ટોઇનિસ, શશાંક સિંહ, અઝમતુલ્લા ઉમરઝાઈ, કાઈલ જેમિસન, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

Tags :