Updated: May 26th, 2023
અમદાવાદ, તા.26 મે-2023, શુક્રવાર
આજે અમદાવાદના નરેન્દ્ર મોટી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન વચ્ચે આઈપીએલની ક્વોલિફાયર-2 મેચ રમાવાની છે, જોકે તે પહેલા વરસાદ વિલન બનતા ટોસ ઉછાળવામાં મોડું થયું છો. સ્ટેડિયમ પાસે પાણી ભરાવાના કારણે સ્ટેડિમમાં આવી રહેલા ક્રિકેટ રસિયાઓ પણ પરેશાન થયા છે.
આજે અમદાવાદમાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, તો હજુ પણ કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. નરોડા, કાલુપુર, રિલિફ રોડ, મકરબા, શિવરંજની, રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા આહલાદક વાતાવરણ સર્જાયું છે. ઉપરાંત ઘણા સમયથી કાળજાળ ગરમીથી પરેશાન થયેલા શહેરીજનોને પણ ગરમીમાંથી રાહત મળી ગઈ છે.