Gujarat

જાહેરમાર્ગોને નુકસાન ન થાય તે રીતે હોળી પ્રગટાવવા કોર્પોરેશનની લોકોને સુચના

By GS Team
16 Mar 20221 min read
This article was originally published on 16 Mar 2022
જાહેરમાર્ગોને નુકસાન ન થાય તે રીતે હોળી પ્રગટાવવા કોર્પોરેશનની લોકોને સુચના

- ડામર રોડ પર સીધી હોળી પ્રગટાવવાથી ડામર પ્રખર તાપથી પીગળે છે અને રોડ તૂટે છે 

વડોદરા, તા. 16 માર્ચ 2022

વડોદરામાં 17 માર્ચએ હોળીનું પર્વ ઉજવવામાં આવશે. આ પર્વ નિમિત્તે સાંજે હોળી પ્રગટાવવામાં આવશે. હોળી રોડને નુકસાન ન થાય એવી રીતે પ્રગટાવવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનએ લોકોને અપીલ કરી છે. સામાન્ય રીતે લોકો જાહેર રસ્તાઓના જંકશન પર, સોસાયટીઓના આંતરિક રોડ અને માર્ગો પર સીધા ડામર રોડ પર લાકડાં છાણા વગેરે એકઠા કરીને હોળી પ્રગટાવે છે. આમ કરવાથી હોળીની જ્વાળાઓની પ્રખર ગરમીથી રોડનો ડામર પીગળી જાય છે, અને રોગ ને નુકસાન થાય છે, તૂટી જાય છે .જેથી ફરી રિપેર કરવા ખર્ચ કરવો પડે છે, અને રોડ તૂટી જવાથી લોકોને પણ તકલીફ પડે છે. આવું ન થાય તે માટે હોળી પ્રગટાવતા પહેલા ડામર રોડ પર છાણ માટીનું જાડું લીપણ કરી તેની ઉપર ઇંટ અથવા રેતી માટીનો થર પાથરીને હોળી પ્રગટાવાય તો જાહેરમાર્ગો ને થતું નુકસાન મોટાભાગે અટકાવી શકાય. આમ, આ રીતે હોળી પ્રગટાવવા લોકોને કોર્પોરેશને અનુરોધ કર્યો છે.