Get The App

હાલોલ GIDCમાં એગ્રો કંપનીમાં ગંભીર દુર્ઘટના, ગરમ પાણીનો વાલ્વ ખૂલી જતાં 5 શ્રમિકો દાઝ્યા

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
હાલોલ GIDCમાં એગ્રો કંપનીમાં ગંભીર દુર્ઘટના, ગરમ પાણીનો વાલ્વ ખૂલી જતાં 5 શ્રમિકો દાઝ્યા 1 - image

Panchmahal News: પંચમહાલ જિલ્લાના હાલોલમાં ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)માં આવેલી એગ્રો કંપનીમાં ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કંપનીમાં ગરમ પાણીનો વાલ્વ અચાનક ખુલી જતાં પાંચ જેટલા શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા.

મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં તમામ પાંચ કામદારોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને કાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, તેમની હાલત વધુ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ડક્કા ઓવારાનું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ, ગણેશ વિસર્જન પહેલા તંત્રની ચિંતામાં વધારો

કંપનીની આ બેદરકારી અંગે અનેક સવાલો ઊભા થયા છે. સલામતીના નિયમોનું પાલન ન થવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું મનાય છે. આ સમગ્ર મામલે હાલોલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.