Indigo Crisis: એરલાઇન્સના આશ્વાસન વચ્ચે આજે પણ અમદાવાદમાં ઘણી ફ્લાઈટ્સ રદ, જુઓ યાદી

Indigo Crisis: ઇન્ડિગો સંકટ વચ્ચે રવિવારે (7 ડિસેમ્બર) ફરી એરલાઇન્સની ફ્લાઇટ રદ થવાનો સિલસિલો યથાવત છે. જોકે, સરકારની દખલગીરી બાદ સ્થિતિમાં પહેલાં કરતા થોડો સુધારો જોવા મળ્યો છે. પરંતુ, મુસાફરોની તકલીફોમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. હજુ પણ દેશના મોટા ભાગના એરપોર્ટ પર લાંબી લાઇન જોવા મળી રહી છે, જે પોતાની ફ્લાઇટ ઉડાન ભરવાની રાહ જોઈ રહ્યા છે. એવામાં અમદાવાદ એરપોર્ટ પરથી આજે પણ અનેક ફ્લાઇટ રદ થઈ છે, જેની યાદી સામે આવી છે.
આ પણ વાંચોઃ DGCAની નોટિસ બાદ સંકટગ્રસ્ત ઈન્ડિગોએ જાહેર કર્યું નિવેદન, આજે 1500 ફ્લાઇટ ઉડાન ભરશે
મળતી માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની 30થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જેમાં 15 થી વધુ અરાઇલ ફલાઇટ રદ કરવામાં આવી છે અને 18 જેટલી ડિપાર્ચર ફ્લાઇટ રદ કરવામાં આવી છે. એરપોર્ટ દ્વારા જે ફ્લાઇટ રદ કરવામાં આવી છે, તેની યાદી જાહેર કરવામાં આવી છે. ફ્લાઇટ રદ થવાનો સિલસિલો યથાવત રહેતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રદ કરાયેલી અરાઇવલ ફ્લાઇટ
દિલ્હી (6782), મુંબઈ (8189, 526, 6477, 524, 2347), હૈદરાબાદ (883, 1348, 6727), ગોવા (6413), બેંગ્લોર (6778), લખનઉ (LKO), કોલકાતા (CCU - 245, 961), ચેન્નાઈ (MAA - 848) અને પટના (PAT - 178) ની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે.
રદ કરાયેલી ડિપાર્ચર ફ્લાઇટ
બેંગ્લોર (BLR - 6422, 996), મુંબઈ (BOM - 8182, 2046, 6794), હૈદરાબાદ (HYD - 6337, 879, 6728, 6928), કોલકાતા (CCU - 866, 6556, 6671), ગુવાહાટી (GAU - 6457), લખનઉ (LKO - 6244), પટના (PAT - 921), ગોવા (GOA - 6207) અને ચેન્નાઈ (MAA - 348) ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે.
અન્ય એરપોર્ટની સ્થિતિ
આ સિવાય પુણે એરપોર્ટ પર પણ 25 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. હૈદરાબાદ એરપોર્ટ પર પણ કુલ 54 અરાઇવલ અને 61 ડિપાર્ચર ફ્લાઇટ રદ કરવામાં આવી છે. હૈદરાબાદમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. હૈદરાબાદ એરપોર્ટ પર કુલ 54 અરાઇવલ અને 61 ડિપાર્ચર ફ્લાઇટ રદ કરવામાં આવી છે. તેમજ જમ્મુ એરપોર્ટ પર પણ 2 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જેમાં દિલ્હી અને ઇન્દોરની ફ્લાઇટનો સમાવેશ થાય છે.
રેલવેની તૈયારી
ઇન્ડિગોની સેંકડો ફ્લાઇટ રદ થયા બાદ હવાઇ મુસાફરોને થતી મુશ્કેલીઓ વચ્ચે ભારતીય રેલવેએ મોટી પહેલ કરી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોની મદદ માટે રેલવેએ વિશેષ હેલ્પડેસ્ક કાઉન્ટર બનાવ્યું છે. જ્યાં ફસાયેલા મુસાફરોને વિશેષ અને નિયમિત ટ્રેનની ઉપલબ્ધતા અને બેઠકોની જાણકારી આપવામાં આવી રહી છે. વેસ્ટર્ન રેલવેના એક કર્મચારી સંજય રાવલે જણાવ્યું કે, ફ્લાઇટ રદ થતા જોઈ IRCTC અને અમદાવાદ રેલવે ડિવિઝને મળીને એક અભિયાન ચલાવ્યું છે. જેમાં મુસાફરોને ઉપલબ્ધ સ્પેશિયલ અને રેગ્યુલર ટ્રેન અને તેમાં સીટની જાણકારી આપવામાં આવી રહી છે.
ઇન્ડિગો આજે 1,500 ફ્લાઇટ્સનું સંચાલન કરશે.
એરલાઇન્સના એક નિવેદન અનુસાર, ઇન્ડિગો રવિવારે (7 ડિસેમ્બર) 1,500થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે અને તેની 95% નેટવર્ક કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. ઇન્ડિગોએ સ્પષ્ટતા કરી કે તેણે તેના 138 સ્થળોમાંથી 135 સ્થળોએ ફ્લાઇટ્સ ફરી શરૂ કરી દીધી છે.
આ પણ વાંચોઃ ઈન્ડિગો સંકટ પર PMOની નજર, સરકારની કાર્યવાહી બાદ એરલાઈન્સે 10 દિવસનો સમય માગ્યો
એરલાઇને મુસાફરોની માફી માંગી.
એરલાઇને મુસાફરોની માફી માંગતા કહ્યું, "અમે જાણીએ છીએ કે અમારે હજુ લાંબો સફર કાપવાનો છે, પરંતુ અમે અમારા ગ્રાહકોનો વિશ્વાસ પાછો મેળવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. આ મુશ્કેલ સમયમાં સહકાર આપવા બદલ અમે અમારા મુસાફરો અને સ્ટાફનો આભાર માનીએ છીએ."
વળી, નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ પણ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એરલાઇનના સીઈઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. મંત્રાલયે ઇન્ડિગોને ભવિષ્યમાં આવા વિક્ષેપોને રોકવા માટે નક્કર પગલાં લેવા નિર્દેશ આપ્યો છે.

