Get The App

કોરોનાના દર્દીના ઘરની બહાર ચેતવણી બોર્ડના અભાવે સંક્રમણ વધવાનું જોખમ

સેનેટાઇઝેશનમાં પણ ઢીલાશઃ સામાન્ય લોકોને પોઝિટિવ દર્દી અંગે ખબર પડતી ન હોવાથી વધુ તકેદારી રાખી શકાતી નથી

મ્યુનિ. તંત્રની બેદરકારી અંગે ફરિયાદો

Updated: Jul 24th, 2020

GS TEAM

Google News
Google News

સુરતતા. 24જુલાઈ, 2020, શુક્રવાર

સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં સંખ્યાબંધ પોઝિટિવ કેસ આવી રહ્યા હોવા છતા મ્યુનિ. તંત્ર હવે  પોઝીટીવ દર્દી મળે તે વિસ્તાર સેનેટાઈઝ કરવાની કામગીરી સાથે પોઝીટીવ દર્દીની માહિતી માટેના બોર્ડ મુકવાની કામગીરી યોગ્ય કરતી ન હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. આ પ્રકારની કામગીરી ન થતાં સોસાયટીમં પોઝીટીવ વ્યક્તિ હોવાની ખબર અન્ય સભ્યોને ન થતાં સંક્રમણ વધી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.

સુરતમાં એક માસ પહેલા કોરોનાના દર્દી મળતાં તો મ્યુનિ. તંત્ર દ્વારા તેના ઘર અને સોસાયટીની બહાર કન્ટેન્ટમેન્ટ જાહેર કરીને બોર્ડ લગાવી દેતી હતી. આ ઉપરાંત જે સોસાયટીમાંથી પોઝીટીવ વ્યક્તિ મળી હોય તે સોસાયટીને આખી સેનેટાઈઝ કરી દેતી હતી. જ્યારે લોકો ઘરમાં રહેતાં હતા ત્યારે સેનેટાઈઝ કરવાની કામગીરી સાથે પોઝીટીવ વ્યક્તિના બોર્ડ લગાવાવની કામગીરી સઘન કરી હતી.

પરંતુ હવે અન લોકની પ્રક્રિયા શરૃ થઈ ગઈ છે અને લોકો નોકરી ધંધા માટે બહાર ફરવા લાગ્યા છે  ત્યારે લોકોને સાવચેત રાખવા માટેની મ્યુનિન.ી કામગીરી પણ ધીમી થઈ ગઈ છે. સુરત મ્યુનિ. તંત્ર પોઝીટીવ દર્દીની વિગત અને સેનેટાઈઝની કામગીરી કરવાનો દાવો કરે છે પરંતુ તે ખોટો સાબિત થઈ રહ્યો છે.

છેલ્લા કેટલાક દિવસથી પાલ અને પાલનપોર વિસ્તારની સંખ્યાબંધ સોસાયટીઓમાં કોરોનાના પોઝીટીવ દર્દીઓ મળી રહ્યાં છે આ દર્દીઓને સારવારમાટે  હોસ્પીટલમાં ખસેડવામાં આવી રહ્યાં છે છતાં સોસાયટીના લોકોને જાણ શુધ્ધા નથી થતી. પાલનપોરની કેટલાક કેમ્પસમાં પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા હોવા છતાં મ્યુનિ. તંત્રએ હજી સુધી સોસાયટીને સેનેટાઈઝ કરવાની કામગીરી કરી નથી. આટલું જ નહીં પરંતુ પોઝીટીવ વ્યક્તિ મળ્યા હોય તેના ઘર કે કેમ્પસ બહાર પોઝીટીવ વ્યક્તિ છે કે કોરોન્ટાઈન જેવા બોર્ડ લગાવવાની પણ તસ્દી લીધી નથી. સુરત મહાનગરપાલિકાની આ બેદકારીના કારણે સોસાયટીના લોકોને જ ખબર નથી કે સોસાયટીમાં કોરોના પોઝીટીવ છે. આવી સ્થિતિ હોવાના કારણે લોકો પણ બેદકાર થઈ રહ્યાં છે અને તેના કારણે કોરોનું સંક્રમણ વધી જાય તેવી ભીતી વ્યક્ત થઈ રહી છે.

સોસાયટી કેમ્પસમાં માસ્ક વિના ફરતાં લોકો પણ જોખમીકોરોનાના દર્દીના ઘરની બહાર ચેતવણી બોર્ડના અભાવે સંક્રમણ વધવાનું જોખમ 1 - image

કોરોના સંક્રમણ અટકાવવા માટે મ્યુનિ.ની કામગીરી ઢીલી પડી છે સાથે સાથે કેટલીક સોસાયટીઓમાં માસ્ક વિના જ લોકો કેમ્પસમાં ફરી રહ્યાં છે તે પણ અન્ય લોકો માટે જોખમી બની રહ્યાં છે. મ્યુનિ.ની નબળી કામગીરીના કારણે સોસાયટીઓમાં કોરોના પોઝીટીવ દર્દીઓ છે તેની ખબર સોસાયટીના લોકોને પડતી નથી. તો બીજી તરફ કેટલાક બેજવાબદાર લોકો સોસાયટી  કેમ્પલમાં માસ્ક વિના જ ફરી રહ્યાં છે તેના કારણે પણ જોખમ વધી  રહ્યું છે.  જો સોસાયટીના સભ્યો દ્વારા માસ્ક વિના કેમ્પસમાં ફરતાં લોકોને અટકાવવામાં નહીં આવે તો કોરોનાનું સંક્રમણ વધી શકે તે શક્યતા નકારી શકાતી નથી. 

Tags :