For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશનું સૌથી શ્રેષ્ઠ, સૌથી આધુનિક સગવડ ધરાવતા YMCA Oasisનો કાર્યઆરંભ

આનંદ, શાંતિ અને સુખમાં YMCA વધારે રંગો ભરશે

Updated: Oct 19th, 2023


અમદાવાદ :
YMCA Oasis : શહેર, દેશ અને વિદેશમાં વ્યક્તિગત અને સોશિયલ વિકાસની પરિભાષા બની ચૂકેલા YMCA અમદાવાદ તરફથી ફરી એકવખત વિશ્વસ્તરીય સુવિધા અને સમગ્ર દેશમાં ન હોય એવી કેટલીક સગવડો સાથે નવું નજરાણું શરુ થઇ રહ્યું છે. નવલી નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે તા.૧૫ ઓક્ટોબરના રોજ વર્તમાન સભ્યોના વરદ હસ્તે, પર્યાવરણની જાળવણી અને કાર્બન એમીશનથી કાયમી રક્ષણ આપે એ રીતે વૃક્ષારોપણનું આયોજન YMCAના બીજી સાઈટ ખાતે કરવામાં આવ્યું હતું. આ સાથે સરખેજ – ગાંધીનગર હાઇ-વે ઉપર આવેલા YMCA ઇન્ટરનેશનલ સેન્ટર બાદ હવે બાવળા નજીક YMCAના બીજા ઇન્ટરનેશનલ સેન્ટરનો પ્રારંભ કરી થઇ ગયો છે.


YMCA OASIS ચાર ચાસણી ચડે એવું ભવ્ય

YMCA OASISના નામથી શરુ થઇ રહેલું આ નવું ઇન્ટરનેશનલ સેન્ટર વર્તમાન સગવડો કરતા ચાર ચાસણી ચડે એવું ભવ્ય, આધુનિક અને વધારે આરામ અને આનંદદાયક અનુભવ આપશે. અહીં આવનાર દરેક વ્યક્તિ કે સભ્ય અને તેના પરિવારજનો માટે – ભલે તે કોઇપણ ઉંમરના હોય – જીવનમાં નવા રંગ અને ઉમંગ ભરી આપે એવી ભવ્યાતિભવ્ય સગવડો અહી ઉભી થઇ રહી છે. 


ભારતમાં પ્રથમ વખત કેટલીક સેવાઓ ઉપલબ્ધ થશે

લગભગ 6 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા આ નવા સેન્ટરમાં સમગ્ર ભારતમાં પ્રથમ વખત કેટલીક સેવાઓ ઉપલબ્ધ થશે. સ્વાદનો ચસ્કો પૂર્ણ કરે, ભૂખ ભાંગે અને આરોગ્યને નુકસાન ન થાય એવી સ્થાનિક, રાષ્ટ્રીય અને કોન્ટીનેન્ટલ વાનગીઓ પીરસતા રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ, સિનેમા હોલ, કોન્ફરન્સ રૂમ સહીતની સગવડ દરેકના જીવનની અણમોલ પળને સદાયે જીવંત રાખશે. આ ઉપરાંત, ઇન્ડોર સ્વીમીંગ પુલ, જીમ્નેશિયમ, સ્ટીમ રૂમ, બેડમિન્ટન કોર્ટ, પુલ – સ્નુકર રૂમ, કેરમ, ચેસ, ટેબલ ટેનીસ જેવું આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પણ ખરું. આધુનિક જીવનમાં ફીટ રહેવા માટે સૌથી શ્રેષ્ઠ ઇકવીપમેન્ટ સાથે ફિટનેસ સેન્ટર પણ બની રહ્યું છે. ઇન્ફર્મેશન ટેકનોલોજી અને વર્ચ્યુઅલ રિઆલિટીનું સંકલન એવું બાળકો અને યુવાનો માટે એક ગેમિંગ ઝોન ઉભું થઇ રહ્યું છે. 


અમદાવાદના શ્રેષ્ઠીઓ માટે YMCA એક મિલનનું સ્થળ 

YMCA ઇન્ટરનેશનલ સેન્ટર અમદાવાદના સ્થાપક, મોભી અને દ્રષ્ટા સ્વ. જોન જીવર્ગીસનું સપનું હતું કે અમદાવાદના શ્રેષ્ઠીઓ માટે YMCA એક મિલનનું સ્થળ બને. વિશ્વની સૌથી શ્રેષ્ઠ સુવિધા, બિલ્ડીંગ ડીઝાઇન અને સવલત અહી ઉપલબ્ધ બને. એમનું સપનું આજે સાકાર થયેલું છે. જોન જીવર્ગીસ અત્યારે આપણી વચ્ચે સદેહે નથી પણ તેમના વિચાર અને સપનાં તો ચોક્કસ છે. આ દિશામાં વધુ એક કદમ આગળ વધતા YMCA Oasis આકાર લઇ રહ્યું છે. 


YMCAના વર્તમાન સભ્યોના હાથે વૃક્ષારોપણનું આયોજન 

તા. 15 ઓક્ટોબરને રવિવારે YMCAના વર્તમાન સભ્યોના હાથે અહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ દરેક વૃક્ષને સભ્યનું નામ મળ્યું છે પણ તેનું જતન અને સંવર્ધન YMCAનો સેવા માટે સદાયે તત્પર સ્ટાફ કરશે અને તેની સાથે શરુ થશે વધુ એક ઉંચી ઉડાન.Gujarat