Get The App

મ્યુનિ.તંત્રે આપેલા પ્લોટમાં પાલડીમાં અશાંતધારાનો ભંગ કરી ફલેટ બનાવાતા હોવાની CM ને રજૂઆત

બિલ્ડરે પોતાના કર્મચારીને સાથે રાખી પાવર ઓફ એટર્નીથી ફલેટ બનાવવા કરાર કર્યા

Updated: May 21st, 2024

GS TEAM


Google News
Google News

  મ્યુનિ.તંત્રે આપેલા પ્લોટમાં પાલડીમાં અશાંતધારાનો ભંગ કરી ફલેટ બનાવાતા હોવાની CM ને રજૂઆત 1 - image   

  અમદાવાદ,મંગળવાર, 21 મે, 2024

અમદાવાદના પાલડી વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં મુખ્યમંત્રી  આવાસ યોજના અંતર્ગત આવાસ બનાવવામાં આવ્યા બાદ બિલ્ડરને ટી.ડી.આર. અંતર્ગત મળેલા પ્લોટમાં અશાંતધારાનો ભંગ કરી બિલ્ડરે પોતાના કર્મચારીને સાથે રાખી પાવર ઓફ એટર્નીથી ફલેટ બનાવવા કરાર કર્યા હોવાની મુખ્યમંત્રી સુધી સ્થાનિક કોર્પોરેટર તથા ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

પાલડી વિસ્તારમાં ટી.પી.સ્કીમ. નંબર-૬,કાશ્મીરા સોસાયટી પાસે અમદાવાદ મ્યુનિ.ની ૩૫૦૦ ચોરસ મીટર જગ્યા પૈકી બે હજાર ચોરસમીટર જગ્યામાં પ્રધાનમંત્રી-મુખ્યમંત્રી ગરીબ આવાસ યોજના અંતર્ગત  બિલ્ડર દ્વારા ૧૨૬ આવાસ બનાવવામાં આવ્યા હતા.તંત્રની નિતી અનુસાર બિલ્ડરને ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટસ સાથે ૧૫૦૦ ચોરસ મીટરનો પ્લોટ મ્યુનિ.તંત્ર તરફથી ફાળવવામાં આવતા બિલ્ડરે પોતાના કર્મચારીને સાથે રાખીને તેને આપવામાં આવેલા પ્લોટમાં ફલેટ બનાવવા પાવર ઓફ એટર્નીથી ઈલાઈટ હ્યુમન સ્પેસ પ્રા.લી.સાથે કરાર કરી ફલેટ બનાવાનુ શરુ કરતા આસપાસના વિસ્તારના રહીશોએ સ્થાનિક કોર્પોરેટર તથા એલિસબ્રિજના ધારાસભ્યનું ધ્યાન દોરતા રાજયના મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી અશાંતધારાનો ભંગ કરીને ફલેટ બનાવાઈ રહયા હોવાથી તાકીદે આ અંગે ઘટતી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

Tags :